________________
લયનું કાર્ય સવેગ ચાલ્યું. ઘણા કારીગરે, ઘણું સામગ્રી મળતાં ટૂંક જ સમયમાં ગગનસ્પશી શિખરવાળું વિમાનેપમેય જિનાલય તયાર થયું. શ્રીપાલ મહારાજાએ પવિત્ર બનીને વિધિવિનયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરી, પ્રત્યે ! કૃપયા આપ આ નૂતન જિનાલયમાં પધારે. પણ પ્રાર્થના વ્યર્થ ગઈ, સર્વ વિમાસણના વારિધિમાં ડૂખ્યા.
પ્રધાન, પ્રધાનમતિવાળે હેવાથી સર્વને જણાવ્યું કે આ કાર્ય આપણું જેવા સંસારી જીથી કેમ સરે? મેં સાંભળ્યું છે કે દેવગિરિમાં (હાલ-દોલતાબાદ) એક ચમત્કારી આચાયશ્રીનું ચાતુર્માસ છે. પાટણનગરમાં કર્યું રાજાએ જેઓની વાદ–શક્તિ અને તીવ્ર ત્યાગવૃત્તિ જેઈને આચાર્ય શ્રી અભયદેવસૂરિ મહારાજને મલ્લધારી એવું બિરુદ સાદર અને આડુંબરથી આપેલ છે. તેઓ કુલ્પાકજી માણિક્યસ્વામી ભગવાનની યાત્રાર્થે પધારેલ છે. તેઓ હાલ દેલતાબાદમાં વિદ્યમાન છે. તેઓને આપણે વિનંતિ કરીને અહીં તેડી લાવીએ તે આ સમશ્યાને સહજ ઉકેલ થવાની પૂરી નિશ્ચિતતા છે.
રાજાએ આ વાતને સહર્ષ સ્વીકારી. મંત્રી દ્વારા વિનંતિ કરાવીને આચાર્ય ભગવાનને અહીં બેલાવ્યા, ઠાઠથી પધરામણું કરાવી. આકાશમાં અદ્ધર રહેલી પ્રતિમા જેઈને આચાર્ય મહારાજ પણ ચકિત બન્યા. આચાર્ય મહારાજે પણ સર્વના કલ્યાણાર્થે અમની તપશ્ચર્યા કરીને ધરણેન્દ્રને સાથે. ધરણેન્દ્ર જણાવ્યું કે આ રાજાએ મંદિર બનાવતાં ઘણું જ ગર્વ–મદ કર્યો છે. જેથી આ જિનાલયમાં ભગવાન પધારશે નહીં પણ સંઘે બંધાવેલા જિનાલયમાં પધારશે.