________________
રા
શ્રીપાલરાજા, આ વાતથી નારાજ થયા પણુ આચાય મહારાજની સમાધાનમયી વાણીથી ષિત થયા અને સાથમાં આવેલા શ્રાવકોએ આચાય મહારાજાના કથનથી નવું જિનાલય બનાવ્યું.
આચાર્ય ભગવાનની હૃદયસ્પર્શી સ્તુતિથી આકાશમાં રહેલી પ્રતિમા ધીરે ધીરે નીચે ઉતરી અને શ્રાવકાએ બધાવેલા જિનાલયમાં આપોઆપ પધારી, સ્વય' સ્મૃતિએ પ્રવેશ કર્યાં. આ ચમત્કારથી રાા મત્રી સઘળાય આશ્ચર્ય પામ્યા. આચાર્ય મહારાજે જમીનથી સાત આંગળ અદ્ધર રહેલી મૂર્તિની વિ. સ. ૧૧૪૨ માં મહા સુદી પંચમીના દિવસે વિધિ-મહાસવપૂર્વક પ્રતિષ્ઠા કરી. તીર્થંકર ભગવાનની રક્ષા કાજે ભગવાનના ડાબે પડખે શાસનદેવની પણ સ્થાપના કરી.
શ્રીપાલરાજાએ પ્રતિષ્ઠા પછી ભગવાનની ભક્તિથી રત્નજડિત મુગટ, હાર, બાજુબંધ આદિ ભગવાનને સભાવ ચઢાવ્યાં. પ્રભુજીના કપાળમાં હીરાનું તિલક પણ ચઢાવ્યું. ભગવાનની સુવર્ણ ની આંગી અને ભામડલ પણ ભગવાનની અપૂર્વ ભક્તિથી અનાવ્યાં, અને પ્રભુના અંગે ઢવ્યાં. પ્રશમસુધાવી ચક્ષુએ પ્રભુના પર ચઢાવીને પ્રભુની અપૂર્વ ભક્તિથી આરતી ઉતારી. શ્રી આચાર્ય ભગવંત પાસે વાસક્ષેપ ન ખાવી શ્રી સંધમાલ પહેરી.
શ્રી તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની પૂજા-ભક્તિ માટે ભગવાનના અહીં વાસ થવાથી શ્રીપુર નામનું શ્રીપાલ મહારાજાએ વિશાલ નગર વસાવ્યું. શ્રીપાલ રાજાની નમ્ર પ્રાર્થનાથી પૂર્વ આચાર્ય ભગવાને અહીં ચાતુર્માસ કર્યું.
૩