________________
માલિકને ક્ષણમાં ધૂળ ચાટતા કેાઈ કરતું હોય તે તે અશુભકમને જ આભારી છે. આત્મા નિર્મળ સ્વભાવી છે, પણ કર્ય—વગણાના જથ્થાથી એ જકડાય છે કે સ્વરૂપને ભૂલીને પર-રૂપને અભ્યાસી બન્યું છે. સ્વને પર અને પરને સ્વ મનાવવાની કુબુદ્ધિ આ કર્મના પ્રભાવથી જ જાગે છે. શ્રીપાલ રાજાને સમય આનંદમાં વ્યતીત થતું હતું, પણ એકાએક રાજાની સુવર્ણ કાયાને કઢના ભયંકર રેને કારણે પંજો માર્યો! રંગની ગ્લાનિથી શ્રીપાલ રાજાને કદીય નિદ્રા નથી આવતી. રાજવૈભવે કારમાં દેખાય છે. આવા દારુણ રેગથી પીડિત રાજા સદૈવ ચિંતાતુર અને દુખી રહે છે. પણ જૈનધર્મ પામેલ હેવાથી કમેના પરિણામને, સ્વકૃત કર્મના ઉદયને વિચાર કરીને સમભાવથી ઉદિત કર્મને ભગવે છે.
એક પુણ્ય પળે રાજાને વિચાર આવ્યો કે, અહીં આ ક્ષેત્રમાં જરાય શાંતિ નથી દીસતી-ચેન નથી પડતું, તે અહીંથી દૂર કઈ એકાંત સ્થાનમાં હવાશુદ્ધિ અને શાંતિ માટે પ્રવાસ કરવું જોઈએ. રાજાએ પોતાના સાથીદારો સાથે પ્રવાસ યોજ્યો. કેટલાક ઘોડાઓ સાથે, કેટલાક રાજ્યકર્મચારીઓ સાથે લઈને શ્રીપાલ રાજા સ્વ–નગરથી દૂર-સુદૂર એક ભયંકર, નિર્જન, નિરવ શાંતિભર્યા જંગલમાં આવ્યું. ગરમીના કારણથી રાજાને ઘણુ જ તરસ લાગી અને સેવકને જળ લાવવા માટે આજ્ઞા ફરમાવી.
સેવકે સવેગ-સફાળા ચારે બાજુ જળની શોધ માટે પર્યટન કરવામાં તન્મય બન્યા. રાજા પણ ઘનઘોર વૃક્ષની