________________
પણ આલેખાયેલું છે. કહેવાને મતલબ એ છે કે આ દેશ પ્રાચીન છે. આ દેશમાં અનેક રાજાઓ થઈ ગયા છે. આ દેશમાં હાલ વાસીમ તાલુકે છે. જે ઈતિહાસપ્રસિદ્ધ છે. જે જૂના સમયે અન્ય દાર્શનિકેનું તીર્થ–ધામ ખ્યાત હતું. જ્યાં હજારે અજૈન યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હતા. તેમજ જૈનોનું પણ જુગજૂનું તીર્થ હતું, એમ પ્રાચીન રચેલા રાસાએ સાક્ષી પૂરે છે. આ દેશમાં અન્ય સ્થળોએ પણ તીર્થ–ભૂમિ છે. પ્રાચીન ચમત્કૃતિ કરનારા અવશેષે છે. તેમજ કેટલાક વિદ્વાન લેખકે એ પણ એ વિષને ઈતિહાસમાં સપ્રમાણ ચમકાવ્યો છે. આ વિદર્ભ વર્તમાનમાં વરાડ દેશના શુભ નામથી લોકપ્રસિદ્ધ છે. આ દેશના સુપ્રસિદ્ધ આકેલા જીલ્લાને વાસમ તાલુકે છે. એ વાસીમથી બાર માઈલ દૂર શ્રી શીરપુર ગામ આવેલું છે.
આજ વિદર્ભ દેશ ઘણે જ વિસ્તૃત છે. આ દેશમાં કેટલાક પૂર્વાચાર્યોના મતે ઈલચપુરનગર હાલમાં ઇંગલી (હિંગેલીગામ) ઘણું જ શ્રીમતેથી ભારતભૂષણ સમાન શેભતું હતું. આ નગરમાં શ્રીપાળરાજા રાજ્ય કરતા હતા, અને પ્રજા પણ રાજાના સર્વ કાર્યને અનુસરતી હતી. પ્રસન્નતાથી જીવનનિર્વાહ કરી રહી હતી. ધર્મકાર્યો, દાનપુણ્ય, ધર્મમહેન્સ આ નગરમાં અનેકધા થયા જ કરતા હતા. રાજા પણ સુખી અને પ્રજા પણ સુખમય આનંદથી કાળ-ગમન કરતી હતી. પણ કર્મસત્તા કોઈને ય ગણકારતી નથી. કર્મ પલકમાં માનવીઓને વિચિત્ર દશામાં મૂકી દે છે. મહાન માંધાતાઓ, આનંદ-વિલાસમાં ડૂબેલાઓ, અઢળક ઋદ્ધિ-સિદ્ધિના