________________
કરી જ હતી. વિદ્યાધરેએ અને અન્યોએ રાઈનું કાર્ય પતાવ્યું, તેમજ મુખાદિક સ્વચ્છ કરીને વિચારના વમળમાં ગોથાં ખાતા વિચારવા લાગ્યા કે આ તીર્થંકરદેવની પ્રભાવિક અને ચમત્કારિક મૂર્તિને કઈ પણ દ્વારા આશાતના ન થાય એ કઈ પ્રબંધ ગોઠવા જ જોઈએ. બંનેય ધમી હતા, પાપભીરુ હતા, જિનાજ્ઞામાં પ્રતિબદ્ધ હતા એટલે આશાતનાના ભયથી ડરતાં વિચારવા લાગ્યા કે આ મૂર્તિને એક બાજુ પરના ઉંડા કૃપમાં પધરાવી હોય તે આશાતનાના ભયથી બચી શકાશે. ઉભયની સંમતિ થતાં તે મૂર્તિને વિદ્યાના બલથી તે કૃપમાં નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક પધરાવી દીધી.
એક સુંદર ચોઘડીયે, એક ઉત્તમ પળે, એક ઉત્તમ મુહૂર્ત દેવાધિષિત બની ચૂકી. શ્રી ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી આ મૂર્તિના પ્રભાવથી પરમ પ્રભાવિત થઈને મૂર્તિની પૂજા કરવામાં તન્મય બન્યા. પ્રતિદિન મૂર્તિ કૃપમાં પણ દેથી પૂજાવા લાગી. ઉત્તમ રત્નના અધિષ્ઠાયક દેવે તેમાં અધિષિત બને છે તેમ આ મૂર્તિના પણ પ્રભાવથી, અનેક દેવે આ મૂર્તિને હૃદલ્લાસથી પૂજન કરવામાં સતત તન્મય રહેતા.
આ વિદર્ભ દેશ હાલમાં વરાડના નામથી પ્રસિદ્ધ છે. વિદર્ભ દેશ પ્રાચીન છે. એવા પ્રમાણે પણ અગણિત મળી આવે છે શ્રી નળ રાજાની પત્ની દમયંતીને પણ આ વિદર્ભ દેશના કુંડિનપુર નગરમાં વિદર્ભ રાજાને ત્યાં જન્મ થયેલો હતે. દેશના નામથી દમયંતીનું નામ વૈદભીં પણ ઈતિહાસપ્રસિદ્ધ છે. આ વિદર્ભદેશનું વર્ણન અજેનોના પુરાણે અને છમાં