________________
દર્શન થતાં રોમાંચિત થયા. હર્ષાવેશમાં આ મૂર્તિ નવી છે? ક્યાંથી આવી? કયારે નિર્મિત થઈ? આ સઘળાય વિચારોને વિસારી પાડી. સવિધિ ચિત્તસમાધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવામાં એકમના-એકાકાર બન્યા. પૂજા કરતાં કરતાં પ્રભુ ભક્તિના વિવિધ રંગોથી રંગાયા. એકતાન થઈને પ્રભુની પૂજાનું કાર્ય પૂર્ણ કરી ભાવ–પૂજા કરવામાં તન્મયતા અનુભવવા લાગ્યા. સ્તુતિના સાગરની મધુરી લહેરીઓની લહેરે સાથે ભાવસાગરની લહેરીઓનું અનુસંધાન સધાવા લાગ્યું. આત્માને અપૂર્વ શીતલતા, પ્રશાંતતાને અણમેલ લાભ મલ્ય પણ તેઓને એમ તે લાગ્યું કે આ મૂર્તિ નૂતન નિર્મિત થયેલી છે. અવશ્ય અનુચરે મૂર્તિને સાથે લાવવાનું ભૂલી ગયા છે. અને હારી પૂજાની પ્રતિજ્ઞા અખંડિત રાખવા અહીંની જ રેતીથી નવીન સજી છે. પણ આલ્હાદ અને રસધાર પાસે કંઈ જ અન્ય તર્ક પિદા ન થ.
પૂજનકાર્ય નિર્વિધ્ર પૂર્ણ થયા પછી તે વિદ્યાધરોએ સ્વસેવકથી સર્વ સમાચાર આવૅત જાણ્યા. એટલે એ મૂર્તિને સ્વ-વિદ્યાબલથી વજ સરિખી દઢ અને નકકર બનાવી. વિદ્યાધરોની અગાધ શક્તિ હોય છે, એટલે આ સુંદરતમ મૂર્તિ વજશી દઢકાય બની ગઈ. વિદ્યાધરને મૂર્તિ પર અમાપ પ્રીતિ જન્મી. પુનઃ પુનઃ દર્શન કરે છે. સ્તવના કરે છે. પુનઃ પુનઃ હૈિયાના મંદિરમાં મૂર્તિને ભાવ-મંત્રથી પ્રતિષ્ઠિત કરે છે. ધન્ય ઘડી–ધન્ય પળ કે આપશ્રીનાં પુણ્ય-દર્શન થયાં.
એક બાજુ રસેશ્યાએ વિવિધ પ્રકારની રસેઈ તૈયાર