________________
પણ આ વખતે તે હું ભૂલી ગયો છું. તે સ્વામી દુભાશે, પૂજા કર્યા સિવાય ભૂખ્યા રહેશે, અને ભારે ચિંતામાં રહેશે તે જે કાર્ય કરવા આવેલ છે તે કાર્યમાંય કદાચ અંતરાય, બાધા પહોંચશે. આ તર્ક-વિતર્કોના સાગરમાં ડૂબતા નેકરે બહાર ડોકીયું કર્યું. અરે ! આટલા વિમાસણનું શું કામ છે. આટલી ચિંતાના ચક્કરમાં ચગડાવવાથી શું? ત્યાં સમીપમાં એક તલાવ હતું. પાસે રેતીના ઢગ જામેલા હતા. વળી અહીં વૃક્ષેની ઘટાએ પણ ચિત્તને પ્રશાન્ત અને ઉલ્લાસમયી બનાવનારી હતી. એકાંતમાં એક બાજુ પર બેસીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને એ નેકરે રેતી ભેગી કરી અને સ્વ-કલાને તેમાં ઉતારી. રેતી અને પાણીથી એક ભવ્ય અને આહાદક મૂર્તિ નિર્માણ કરી, વિદ્યાધરના પુણ્ય પ્રાગભ્યથી કહે કે, કલા-વિદ્દ કરેની નિપુણતાથી કહે પણ એ મૂર્તિ એવી નિર્માણ થઈ કે જેમાં સાક્ષાત્ પાર્શ્વનાથ ભગવાન જ ન હોય એવી નક્કર ભાવના જન્મી જાય. આ મૂર્તિ જોતાં નેકર પણ હર્ષિત થયે–ચકિત થયે, અને વિચારવા લાગ્યું કે, હારા વિદ્યાધર સ્વામીએ આ મૂર્તિના દર્શન થતાં વિમિત થઈને પૂજા કરશે જ. મને પણ ધન્યવાદ આપશે જ.
એ વિદ્યાધરે આકાશમાંથી ભૂમિ ઉપર આવતાં આ સ્થળનું નિસર્ગ સૌન્દર્ય નિહાળીને નયનથી તૃપ્ત બન્યા અને તલાવમાં જલસ્નાન કરીને પવિત્ર બન્યા. તન પવિત્ર, વસ્ત્ર પવિત્ર અને મનને પવિત્ર બનાવીને શ્રી તીર્થકર ભગવાનની શ્યામવણું, ચિત્તાકર્ષિણ પ્રમાણે પેત નવ્ય અને ભવ્ય મૂર્તિનાં