________________
*
૫૦
શ્રી ખુશાલવિજયકૃત શ્રી શારદાજીનો છંદ ને. વિ. ક. જ્ઞાનભંડાર. સૂરત.
દુહા :
સરસ વચન આપે સદા તું શારદા સરસત્ત| કર જોડીને વીનવું ઘો મુજ અવિચન મત્ય` ॥૧॥ ગુરુ જ્ઞાતા માતા પિતા ભવિઅણ કરે ઉપગાર । શારદા સદ્ગુરુ પ્રણમીએ જગ જસ છે આધાર રા છંદ જાતિ અડીયલ :
Mot
(
કાશ્મીર દેશ મંડણ તું રાણી સુરનર બ્રહ્મા તું જગજાણી | તીન ભુવનની તું ઠકરાણી કવિજન જનની તું ગુણ ખાણી ॥૩॥ ભગવતી ભારતી તું બ્રહ્માણી સરસતિ વચન અમીયસમાંણી કરતી જ્ઞાન ઉદય ગુણ જ્ઞાતા તાહરી કીરિત જગ વિખ્યાતા ||૪|| ગૌર વરણ તું
૩
૭
શ્વેતાંબર પહેર્યાં તે છાજે તુજ તૂઠે મુજ ભાવઠ ભાજે ॥૫॥ અણિઆલી અંજી તે આંખલડી સુંદર સોભીત ભમુહ વાંકલડી । નીલવટ તિલક શોભિતચંગ માનું અધર પ્રવાલી રંગ ॥૬॥ વેણિ ડંડ સર ભૂષિત છાહે જાણું પ્રગટો સલિલ પ્રવાહ । બીજાં બંધ બેરખાં બે બાંહે મુદ્રડી પૂરણ અંગુલિ માંહે ॥૭॥ કર સોવન ચૂડી ખલ કંતી નાકે સોહે નવલખું મોતી । કુંડલ ઝલહલ દાડિમ દંતી મુગત કંકણ હાર દીવંતી ॥૮॥ કિટ મેખલ ખલ ખલ ખલખલકે ચરણે ઝાંઝર ઝમ ઝમ ઝમ ઝમકે કરવેણા રણ રણ રણ રણકે ઘુઘરી રમઝમ ૨મઝમ ઝમકે શા હાથે પુસ્તક ધરતી બાલા, મુકતાફલ સોહેં જપ માલા । અદ્ભૂત રુપ તનૂ તેજ વિસાલા તુજ વરવું કેતા કહું સુવિસાલા ॥૧૦॥ હંસ વાહિની સરખેં કરી થાઉં નિરમલ બુદ્ધિ હું નિત પાઉં । નિસિ વાસર હું તુજ ગુણ ગાઉં અરજ કરીને સીસ નમાઉં ||૧૧||
८८
Y
૧ બુદ્ધિ. ૨ અમૃત. ૩ ભ્રમર. ૪ સુંદર. ૫ ઓષ્ઠ. ૬ દંડ. ૭ પાણી, ૮ બાજુબંધ, ૯ વીંટી. ૧૦ વીણા.