________________
હે દેવી! જે પુરુષો ક્ષણવાર પણ તન્મયતાપૂર્વક ચિત્ત સ્થિર - કરીને દેદીપ્યમાન સુવર્ણના કર્ણકુંડલોને બાજુબંધને ધારણ કરનારી,
કેડે બાંધેલ કંદોરાવાળી, તારું ધ્યાન કરે છે તેઓના ઘરમાં ઉત્સુકતાથી પ્રતિદિન ઉત્તરોત્તર વધતી મનોન્મત્ત હાથીના ચંચલ કાન સરખી લક્ષ્મી ચિરકાળ સુધી સ્થિરતાને ભજે છે.
શ્લોક મંત્ર - ૐ દી વર્તી મહાનચેનમઃ નાં ટુરું શુરુ સ્વાહ | ત્રિકાલજાપથી સર્વત્ર જય થાય છે.
હે દેવી ચંદ્રની કલાથી શણગારેલ મુગુટવાળી, મનુષ્યોના ખોપરીની કપાલની માળાવાળી, જપાકુસુમવા લાલ વસ્ત્રને ધારણ કરેલી, શ્વેતાસન ૐ બીજ ઉપર બિરાજેલી, ચાર ભુજાવાળી, ત્રણ ક્ષેત્રવાળી, ચારે બાજુથી પુષ્ટ અને ઊંચા સ્તનવાળી (નાભિના) મધ્યભાગમાં ઊંડી ત્રણ વલયોના અંકિત શરીરવાળી, તમારા સ્વરૂપની સંપત્તિને માટે વીરરસથી તમારું ધ્યાન કરે છે.
શ્લોક મંત્ર - જે વસ્તી નમ: ત્રિકાલાજાપથી કર્મક્ષય થાય છે.
હે ભગવતી ! રાજાઓના અલ્પપરિવારવાળા સામાન્ય કુલમાં ઉત્પન્ન થયેલો શ્રીવત્સ રાજ (નામનો) રાજા, પ્રચંડ પરાક્રમથી અભ્યદય પામેલો સંપૂર્ણ પૃથ્વીની ચક્રવર્તીપદવીને પ્રાપ્ત કરીને વિદ્યાધરોના સમૂહથી વિંદન કરાયેલા આસ્થાવાળો થયો તે આ તમારા ચરણકમળમાં નમસ્કાર કરવાથી ઉત્પન્ન થયેલ કૃપાનો ઉદય છે.
શ્લોક મંત્ર - જું ર નમ: || ત્રિકાલજાપથી રાજ્યપ્રાપ્તિ થાય છે.
હે ચંડી – ભગવતી ! તારા ચરણકમલની પૂજાને માટે જે પુરૂષોના હાથોને બિલ્વપત્રને તોડતા - તૂટેલા કાંટાના અગ્ર ભાગથી સંપર્ક થયો નથી. તે પુરુષો દંડ – અંકુશ – ચક્ર – બાણ – વજ - શ્રીવત્સા - મત્સ્ય (માછલી)ના ચિહ્નવાળા કમળ જેવા લાલ હાથવાળા રાજા કેવી રીતે થાય? અર્થાત્ થતા નથી. ૯િ૨
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના