________________
૧૦. ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગઃ સરસ્વતી ઉપાસના
હંસ કે મયૂરવાહિની મા શારદાની ઉપાસના, સાધના કે આરાધના એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. સરસ્વતીની લીલા દ્વિવિધ છે : સર્જક અને શાસ્ત્રીય. મયૂર કલાધર છે. એની પિચ્છકલા એ એની પર સવારી કરનાર સરસ્વતીની સર્જકતાની લીલાનું પ્રતીક છે. હંસ નીરક્ષીરનો વિવેક કરવામાં પ્રવીણ છે. એ સરસ્વતીની શાસ્ત્રીય પ્રસાદીનો સૂચક છે.
સર્જકતાના ઉપાસકોને સરસ્વતી મયૂરવાહિનીરૂપે પ્રતીત થાય. શાસ્ત્રીયતાના પર્યેષકો એને હંસવાહિનીરૂપે સેવે છે. શ્વેત હંસ ઉપર આરૂઢ થયેલી શુકલાંગ, શુકલાંબર સરસ્વતીનું ચરણકમળ ઉપર ઠરેલું છે. કમળ તો કમલા - લક્ષ્મીનું ઉદ્ભવસ્થાન. લક્ષ્મી જ્યાંથી પ્રગટે છે એ સ્થાન ઉપર તો એ હંસવાહિનીએ કરેલાં લક્ષ્મીનાં અનાદરને વીસ૨વો ન જોઈએ. એવાં અનાદરનાં ફળ ભોગવવા તત્પર રહેવું . જોઈએ.
૫૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના