________________
વાત તો પ્રસિદ્ધ છે જ. આ બહુ જ તર્કસંગત ઉત્તર છે.
વળી, આ સરસ્વતીદેવી તો શ્રી સૂરિમંત્રના પાંચમા પહેલી પીઠના અધિષ્ઠાયિકાદેવી છે અને આ રીતે પણ ને ઉપાસ્ય બની રહે છે. એથી આ સ્તોત્ર સમૂહનો નિર્મળ મનથી પાઠ કરીને તેનું શ્રવણ કરીને, મનન કરીને પોતાના શ્રતનો એવો ક્ષયોપશમ વિકસાવે છે કે તેનાથી સમ્યગ્દર્શન નામના આત્માના અવરાયેલા મહાન ગુણનું પ્રગટીકરણ થાય એ જ એક હૃદયની અભિલાષ સાથે. ' (આ શ્રી વિજય હેમચંદ્રાસૂરિ પદપંકજ મધુકર પૂજ્ય પ્રદુમ્નસૂરિ -
મહારાજસાહેબના લેખમાંથી સાભાર)
જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવેછે, ઉતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના