________________
તે તે રોગને દૂર કરવા સૂર્યનાં કિરણોને તે તે વર્ષમાં રૂપાંતરિત કરીને દર્દી જો તેનું સેવન કરે તો એ રોગ નિર્મળ થયાના દાખલા નોંધાયા છે. પરમતત્ત્વ વિષયક હોય તો તે પરમાત્મજ્યોતિ કહેવાય છે અને સરસ્વતીદેવીનું હોય તો તે સારસ્વતધ્યાન કહેવાય છે.
આ જ રીતે આલંબનધ્યાન પ્રતિધાન પણ બે પ્રકારે છે. સંભેદપ્રણિધાન અને અભેદ પ્રણિધાન. એ ઈષ્ટ તત્ત્વનું જ સર્વત્ર દર્શન થાય તે સંભેદપ્રણિધાન અને સ્વ (આત્મા)માં ઈષ્ટ તત્ત્વનું દર્શન થાય - અભૂતિ થાય તે અભેદપ્રણિધાન.
મહાકવિઓ સિદ્ધસેનાદિવાકરજી - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી – કવિ કાલિદાસ વગેરેને અભેદપ્રણિધાન સિદ્ધ થયું હશે. એમ અનુમાન થાય છે.
ક્યારેક નામ - જપ કરતાં પણ સ્તોત્ર પાઠ સદ્યઃ ફલદાયી નિવડે છે. કેટલાકના મનમાં પ્રશ્ન થાય છે. આપણને જ્ઞાન ચઢતું નથી બુદ્ધિમાં જડતાનું પ્રમાણ વધારે છે. તેવા સંયોગોમાં શ્રી સરસ્વતી દેવીની ઉપાસના કેવી રીતે લાભ કરે ? આનો તાર્કિક તર્કસિદ્ધોત્તર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.સા. શ્રી યશોવિજયજી મહારાજાને આપ્યો છે. આ રહ્યો તે ઉત્તર :
न. च देवताप्रसादान् अज्ञानोच्छेदासिद्धिः तस्य कर्म विशेष विलयाधीनत्वादिति वाच्यम् देतताप्रसादस्यापि क्षयोपशमाधायकत्वेन तथात्वात्, द्रव्यदिकं प्रतीत्य क्षयोपशमप्रसिद्धेः (अन्द्रस्तुतिवृत्ति)
દેવતાના પ્રસાદથી અજ્ઞાનનો ઉચ્છેદ નહીં થાય એવું નથી કેમ કે અજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને આધીન છે (તો પ્રશ્ન એ છે કે દેવતાના પ્રસાદથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કેવી રીતે થઈ શકે) દેવતાના પ્રસાદથી કર્મનો ક્ષયોપશમ થઈ શકે છે, જેમ બ્રાહ્મી વગેરે ઔષધિ દ્રવ્યથી ક્ષયોપશમ થઈ શકે છે તેમ, અને એ
જ્ઞાનાધના અને સરસ્વતી વંદના
D[૪૩]