________________
નમો સુચદેવયાએ...
મૃતદેવતાને નમસ્કાર કરવા રૂપ શ્રી ભગવતી સૂત્રકારની ભાવનાઓ સાધક હૃદયમાં પ્રગટતા વિનચનું દર્શન છે.
‘સરસ્વતી વંદના” તે પૂવાચાર્યોની અનેરી સાધના અને ઉપાસના રૂપ છે. પૂર્વકાળમાં સ્મૃતિમંદતા અલ્પ હતી તેની પાછળ મૃતદેવતાની ઉપાસના હતી.
ભગવાન મહાવીરે શ્રુતજ્ઞાનનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને નક્ષત્રો સાથે અભિપ્રેત કરીને અનેક ઉપાય દર્શાવેલ છે. 0 સુપ્રસિધ્ધ સાહિત્યકાર અને અમારા ભક્તહૃદય શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ ‘સરસ્વતી વંદના' રૂપે અનન્ય જ્ઞાનઉપાશના કરી પરમ પુરુષાર્થ કરેલ છે.
અમારા હૃદયના ભાવથી આશીર્વાદ આપતા તેઓ શ્રુતજ્ઞાનની આવી જ સેવા કરતા રહે...!
- યુગ દિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.
ચીંચણ