________________
આપણા પિંડની ભીતર પણ ઇડા અને પિંગલાના નામથી પ્રાણધારા વહે છે. જે ગંગા-સિંધુ છે. આ બંનેનો સંગમ થાય ત્યારે સુષુમ્હા કહેવાય. એ જ સરસ્વતી છે.
સુષુમ્યા પથમાં ઊર્ધ્વમુખે પ્રવહતું તેજ સારસ્વત મહાતેજ કુંડલિનીશક્તિ છે. આજ ત્રિપુરા આજ પરાત્પરા વાણી છે જેમાંથી સમગર અક્ષરમાતૃકા પ્રગટ થાય છે અને દ્વાદશાંગી પ્રગટ થાય છે.
સરસ્વતી શક્તિપીઠોમાં પ્રવતો પરમ ઊર્જાપ્રવાહ વિશિષ્ટ મંત્રબીજોના જાપ દ્વારા આપણી ભીતર આકર્ષિત થાય છે. તેના દ્વારા આપણા જ્ઞાનાવરણીય કર્મનું દહન થાય છે અને ભીતરનું સારસ્વતમહઃ પ્રગટ થાય છે એટલે બ્રહ્માંડમાં વહેતો પરમાત્માનો વિશિષ્ટપ્રવાહ તે જ સરસ્વતી દેવી અને આ પ્રવાહને આપણી ભીતર આકર્ષિત કરે તે સારસ્વતમંત્ર.
સાધકની જેટલી પાત્રતા હોય તેટલો એ મહાપ્રવાહમાંથી સારસ્વત પ્રસાદ મળે. આ ભિન્ન ભિન્ન શક્તિપીઠોની અધિષ્ઠાયિકા એક પણ હોઈ શકે અને ભિન્ન ભિન્ન પણ હોઈ શકે.
દરેક શક્તિપીઠોની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોવાથી ત્યાં પ્રગટતાં સારસ્વત ઊર્જા પ્રવાહમાં તારતમતા રહેવાની તેથી તેની ઉપાસના માટેનાં મંત્ર બીજોમાં પણ વૈવિધ્ય રહેવાનું.
સરસ્વતીની મુખ્ય ત્રણ શક્તિપીઠ સિવાય લઘુશક્તિપીઠ અસંખ્ય હોઈ શકે.
જૈન પરંપરાની લગભગ પોશાળો સારસ્વત ઉપાસનાના સિદ્ધકેન્દ્ર સ્વરૂપ હતી.
-
સારસ્વત સાધનાના બે તબક્કા છે – પહેલો પ્રસાદ, સ્મૃતિ ધારણા - પ્રજ્ઞાની. વૃદ્ધિ. બીજો ભાગ વાક્તિ ને કવિત્વની પ્રાપ્તિ આદિ. સારસ્વત સોંધના કરતાં કરતાં પ્રાણ સુષુમ્યા - મધ્યમપથમાં સ્થિર થાય ત્યાં પહેલાં તબક્કે સ્મૃતિધારણા અને પ્રજ્ઞા તીવ્ર થાય, એ જ
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૨