________________
સારસ્વત તત્ત્વ શું છે ? જૈન ગ્રંથોમાં સરસ્વતી એ ગીતરતિ નામના ગંધર્વ નિકાયના વ્યન્તરેન્દ્રની એક પટરાણી છે. આવા ઉલ્લેખ મળે છે પણ કોઈ વ્યંતરદેવી આવી પરમશક્તિ હોય તે વાત કોઈપણ મંત્ર મર્મજ્ઞ સાધક સ્વીકારવા તૈયાર નહિ થાય.
મહાન સાધકમુનિએ અને કવિઓએ લખેલા ઘણા ગ્રંથોમાં પ્રારંભમાં સારવિતં મહઃના ધ્યાનનો ઉલ્લેખ મળે છે. મહ : એટલે તે જ આ સારસ્વત તે જ. શું છે ? એ કોઈ દેવી તો નથી જ પણ એ કોઈ વિશિષ્ટ શક્તિ છે.
વૈદિક પરંપરાઓમાં પ્રાચીન કાળથી ત્રણ મહાનદીઓનો ઉલ્લેખ મળે છે. ગંગા, સિંધુ અને સરસ્વતી. સરસ્વતીને પરંપરા ગુપ્ત નદી ગણે છે. માત્ર ગંગા અને સિંધુ રહી પણ સાથે આવી એક પ્રબળ પરંપરા છે, કે કોઈપણ બે નદીનો સંગમ થાય એમાં સરસ્વતીનો પ્રવાહ સ્વયં આવી જાય તેથી એ ત્રિવેણીસંગમ કહેવાય.
આવાં જે વિશિષ્ટ ત્રિવેણીસંગમ સ્થળો છે ત્યાં સરસ્વતીનો નિવાસ ગણાય છે. આવાં ત્રણ સારસ્વતતીર્થ મુખ્ય છે. કાશ્મીર - કાશી અને અજારી (પિંડવાડા રાજ.) આ ત્રણ સ્થળોમાં ઝરણાં કે નદીઓનો ત્રિવેણીસંગમ છે.
1
મારું એમ માનવું છે કે જ્યાં આવાં ત્રિવેણીસંગમ રચાય છે ત્યાં કોઈ વિશિષ્ટ અલૌકિક વિદ્યુત ચુંબકીયવૃત્ત (મેગ્નેટિક ફિલ્ડ) હોય છે. જેમાં વિશિષ્ટશક્તિ (વિદ્યુત) પ્રવાહનું અવતરણ થાય છે. જેને દિવ્યદૃષ્ટા યોગીઓ સારસ્વત મહઃ તરીકે ઓળખે છે જે આ નિશ્ચિત મંત્રબીજો દ્વારા થતી ઉપાસના આપણી આ સારસ્વતહઃ એ આકાશમંડળમાં નદીની જેમ પ્રવહતો પરમાત્માનો એક વિશિષ્ટ પ્રચંડ ઉર્જા પ્રવાહ જ છે. આવાં સંગમ સ્થળોમાં વિદ્યુતચુંબકીય વાતાવરણ જ્યાં હોય ત્યાં અવતરિત થાય છે જેની ઉપાસના કરીને માનવસાધકો પોતાનું ઈપ્સિત પ્રાપ્ત કરે છે. આ બ્રહ્માંડીય સારસ્વત મહઃની વાત થઈ. હવે તેના પિંડ સાથેના સંબંધની વાત કરીએ.
શાનસાધના અને સરસ્વતી વંદના
૧૧