________________
એક પણ મોક્ષ - સાધક - પદ વારંવાર વિચારાય છે તે જ જ્ઞાન શ્રેષ્ઠ છે. ઘણા જ્ઞાન માટે આગ્રહ નથી. અર્થાત્ ઘણું ભણવાનો આગ્રહ નથી.
स्वभावलाभसंस्कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ॥३॥ ॥३४॥
અર્થ: આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઇચ્છીએ છીએ. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અંધારું છે. આ જ પ્રમાણે મહાત્મા પતંજલિએ કહ્યું છે.
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छति तिलवीलकवद् गतौ ॥४॥ ॥३६।।
અર્થ : અનિશ્ચિત અર્થવાળા વાદ (પૂર્વપક્ષ) અને પ્રતિવાદ (ઉત્તરપક્ષ) કરનારા જીવો ગમન કરવામાં ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામતા નથી જ.
સ્વદ્રવ્ય - જુન - પર્યાયવ વર્ચા પર ન્યતા | इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥४॥ ॥३७॥
અર્થઃ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપ્યો છે. એવી સંક્ષેપથી રહસ્ય જ્ઞાનની મર્યાદા મુનિને હોય છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं किं चित्रैः तन्त्रयन्त्रणैः । પ્રવી: વોપયુક્ત તમોઝી દ્રષ્ટિવ વેત્ દો //રૂટll
અર્થઃ જો ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન છે તો અનેક પ્રકારનાં શાસ્ત્રનાં બંધનોનું શું કામ છે? જો અંધકારને હણનારી ચક્ષુ જ છે. તો દીપકો ક્યાં ઉપયોગી થાય ?
શિાન સાધના અને સરસ્વતી વંદના
D[૨૦]