________________
૨૪. જ્ઞાનસાર અષ્ટક
શાન
અમોહી બન્યા એટલે જ્ઞાની બન્યા. આત્મા પરથી મોહનું આવરણ દૂર થાય એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે. અ-મોહનું જ્ઞાન ભલે એક જ શાસ્ત્રનું હોય, એક જ શ્લોક કે એક જ શબ્દનું હોય, એ એને નિર્વાણ પમાડનારું બની જાય છે.
આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ ખોલી આપે એ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. વાદવિવાદ અને વિસંવાદ જગાડનારા જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી. અમોહી આત્મા વાદવિવાદથી દૂર જ રહેતો હોય છે.
मज्जत्यज्ञ: किलाज्ञाने विष्टायामिव शूकरः । જ્ઞાની નિમજ્ઞાતિ જ્ઞાને માત્ર રૂવ માનસે શા //રૂપા
અર્થ: જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસ સરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે.
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः । તવજ્ઞાનમુદ્દે નિર્વત્થો નાસ્તિ મૂસા ારા રૂકો
૧૨૬
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના