________________
હાથ આપીને ઉ૫૨ લેવો એ સંસ્કૃતિ અને કોઈનો પગ ખેંચીને તેને પાડી નાખવો એ વિકૃતિ. સાચો વિદ્વાન કદી પરહનનમાં રાચતો નથી. બીજાની લીટી ભૂંસવામાં નહીં પરંતુ પોતાની લીટી લાંબી કરવામાં જ સાચા વિદ્વાનને રસ હોય છે.
ભય અને વિકારની માફક મા શારદાનો ઉપાસક રોગમુક્ત પણ હોવો જોઈએ. ચિંતા એ સૌથી મોટો રોગ છે. મા સરસ્વતી પોતાના ઉપાસકને નિશ્ચિંત રહેવાની દીક્ષા આપે છે. આ સંદર્ભમાં વિદ્યાની મહત્તા સમજાવતું સુભાષિત મનનીય છે,
‘માતેવ રક્ષતિ પિતેવ હિતે નિયુક્ત કાન્તવ આભિરમયત્યપનીય ખેદમ્, લક્ષ્મી તનોતિ વિતનોતિ ચ દિક્ષુ કીર્તિ
કિં કિન્ન સાધયતિ કલ્પલતેવ વિદ્યા ?’
અર્થાત્ ‘વિદ્યા માતાની માફક રક્ષણ કરે છે, પિતાની જેમ હિતકાર્યમાં યોજે છે, પત્નીની માફક ખેદ દૂર કરીને આનંદ અર્પે છે. લક્ષ્મીને વધારે છે અને દિશાઓમાં યશ ફેલાવે છે. કલ્પલતા જેવી વિદ્યા શું શું નથી સાધી આપતી ?
સંપત્તિ, શક્તિ તેમજ સત્તા પાછળ આંધળી દોટ મૂકતો આજનો માણસ સન્મતિ ખોઈ બેઠો છે, પરિણામે એની સંપત્તિ વિપત્તિરૂપ અને એની શક્તિ વિનાશક બની છે. આવા સમયે જરૂર છે સાચા સારસ્વતોની કે જેમની પ્રતિભા સર્વ ગ્રાહ્ય અને જેમની પૂજ્યતા સર્વમાન્ય હોય. પૂંજીભૂત પાવિત્ર્યસમા સારસ્વતોની આજે ખોટ સાલે છે. વાક્પટુ વિદ્વાનો, પોપટીયા પોથી પંડિતો, શ્રદ્ધાહીન શાસ્ત્રીઓ, ક્રિયાશૂન્ય કર્મકાંડીઓ, ધંધાદારી ધર્મગુરુઓ તેમજ ભાવરહિત ભક્તોની ભીડમાં ગુપ્ત સરસ્વતી લુપ્ત થઈ ગઈ હોય એવું ભાસે છે.
આવા વિષમ કાળે ‘જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના' જેવા