________________
સા વિધા યા વિમુક્તયે
મુક્તિની આબોહવામાં માનવને વિચરતો મૂકે તે જ સાચી વિદ્યા. અજ્ઞાન કે અવિદ્યા માનવના વિકાસને રૂંધી નાખે છે. “ઋતે જ્ઞાનાત્ ન મુક્તિઃ' અર્થાત્ “જ્ઞાન વગર મુક્તિ નથી' એમ કહીને આચાર્ય શંકર પણ મુક્તિદાત્રી વિદ્યાનો મહિમા ગાય છે.
વિદ્યા મેળવેલો માણસ સૌથી પહેલાં તો ભયથી મુક્ત થવા જોઈએ. “અભય” એ તો મા શારદા પાસેથી મળતું સૌથી શ્રેષ્ઠ વરદાન છે. સરસ્વતીના મંદિરમાં સૌ નિર્ભય મને વિચરતા હોવા જોઈએ. મુક્તિદાતા મા શારદાના ખોળામાં બેઠેલો માનવ પોતાનો મુક્ત અભિપ્રાય વ્યક્ત કરવામાં સંકોચ કે ભય અનુભવે તો એને ભણેલો કેમ કહી શકાય? પોતાને શિક્ષિત માનતા પ્રત્યેક માણસે આત્મનિરીક્ષણ કરવાનો આ કાળ છે. “ન્યાયનીતિના માર્ગે ચાલતાં મારો સ્વાર્થ જોખમાશે, ભોગો ક્ષીણ થશે, માન મરતબો ઘટશે” એવા બાલિશ ખ્યાલોથી માણસ સત્ય પરમુખ બને છે. સરસ્વતીનો કૃપાપ્રસાદ પામેલા માણસે આવા શુદ્ર વિચારોમાંથી શીઘ્રતિશીધ્ર મુક્ત થવું જોઈએ.
આ વિદ્યા જેમ માણસને ભયમુક્ત કરે છે તેમ તેને વિકારમુક્ત પણ બનાવે છે. વિકાર નિર્માણ થવાનો પ્રસંગ આવે છતાં જે વિકૃત બનતો નથી તે જ સાચો સારસ્વત. વિદ્યા માનવને સંસ્કારે છે, સંસ્કૃત બનાવે. છે. આવો સંસ્કૃત માનવ પછી વિકારોથી વિકૃત બનતો નથી. એની વિદ્યા શોષણ માટે નહીં પણ સંરક્ષણ માટે વપરાય છે. કોઈને