________________
બ્રાહ્મી શરબત :
સૂકા બ્રાહ્મીનાં પાન ૮૦ તોલા લઈ, સાફ કરી, આઠ ગણા પાણીમાં અગ્નિની ધીમી આંચ આપીને કવાથ તૈયા૨ ક૨વો, જ્યારે તેમાં ચતુર્થાંશ પાણી બાકી રહે ત્યારે ઉતારી લઈ કપડાંથી ગાળી લેવો. પછી એ ગાળેલા કવાથમાં પાંચ રતલ સાકર ઉમેરી કડક ચાસણી કરી લેવી, એટલે શરબત તૈયાર થશે. આ શરબત તરત જ કપડે ગાળી લેવું ને ઠંડું થયેથી બાટલીમાં ભરી રાખવું. આશરે સાડા પાંચ રતલ જેટલું થશે. આ શરબત સવારસાંજ જમ્યા પછી એકથી બે તોલા જેટલું વાપરવું.
બ્રાહ્મી ગુટિકા :
બ્રાહ્મી ચૂર્ણ અને શિલાજીત બરાબર ચાસણીમાં ગોળી બનાવવી. તેને છાંયડે સુકવી લેવી. તેમાંથી એકેક ગોળી સવાર સાંજ વાપરવાથી સારો ફાયદો થાય છે. રૂપ વર્ણવાળાં અને પ્રભાવશાળી થાય છે, તથા વ્યાધિરહિત બનીને, મેઘા સ્મૃતિ, બલ, રચનાચાતુર્ય, દઢતા અને સત્ત્વસંપન્નતા પ્રાપ્ત કરે છે. ચક્રદત્ત, વૃંદમાધવ, ભૈષજયરત્નાવલીમાં આ પ્રયોગ આપેલો છે.
શતાવરી ચૂર્ણ
શતાવરી, ગોરખમુંડી, ગળો, હરિતકર્ણ (આ ખાખરાનો જ એક ભેદ છે.) ખાખરો અને મુસલી એ બધાને સમભાગે મેળવીને ચૂર્ણ બનાવવું. તેને ઘી સાથે ખાવાથી બુદ્ધિ તથા સ્મરણશક્તિ ખૂબ સુધરે છે.
કલ્યાણકાવલેહ
હળદર, વજ, કુષ્ઠ, પીંપર, સૂંઢ, અજમોદ, જેઠીમધ અને સિંધવ સમભાગે લઈને તેનું ચૂર્ણ બનાવવું. તે ઘીની સાથે ચાટવાથી એકવીશ દિવસમાં માણસ શાસ્ત્રને સમજીને ધારણ કરી શકે તેવો બુદ્ધિમાન થાય છે.
૧૨૨
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના