________________
શંખાવલી ચૂર્ણ
શંખાવલીને સંસ્કૃતમાં શંખપૃષ્પી, હિંદીમાં કોડીઆલી કે શંખાહુલી કહે છે, ફૂલના રંગ પરથી તેની ધોળી, લીલી અને ભૂરી એવી ત્રણ જાતો પડે છે. એમાંથી ધોળાં ફૂલવાળી શંખાવલી થઈ, તેને સૂકવીને ચૂર્ણ ક૨વું. બેઆની ભાર સવાર સાંજ ગાયના દૂધ સાથે લેવું. એક સપ્તાહથી પંદર દિવસમાં તેની અસર જણાવા લાગે છે. આશરે બે માસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે. યોગતરંગિણીમાં શંખપુષ્પીની ગુણો વર્તવતાં કહ્યું છે કે :
શંખપુષ્પી આયુષ્યને દેનારી, રોગનો નાશ કરનારી, બલ, અગ્નિ, વર્ણ અને સ્વરને વધારનારી, બુદ્ધિવર્ધક તથા પવિત્ર હોઈ રસાયન ઔષધિ છે. તેનું વિશેષ પ્રકારે સેવન કરવું.
બ્રાહ્મીચૂર્ણ :
બ્રાહ્મીનાં પાન ૧ ભાગ, લીંડીપીપર ૧ ભાગ, તથા સાકર ૪ ભાગ મેળવી ચૂર્ણ બનાવવું. તેમાંથી રોજ સવારે ૦| તોલો જેટલું વાપરવું. ઉપર ગાયનું દૂધ પીવું. આ પ્રયોગ બે થી ત્રણ માસ સુધી કરવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે.
બ્રાહ્મી, સૂંઠ, હરડે, વજ, સતાવરી, ગળો, વાવડીંગ, શંખાવલી, ઉપલેટ, અશ્વગંધા, સિંધવ, પીંપરમૂળ, અધેડો, સફેદ જીરુ, શાહજીરુ અને અજમોદ એ સોળ વસ્તુઓ સરખા ભાગે મેળવીને તેનું ચૂર્ણ બનાવવું. તેમાં ચૂર્ણ જેટલી જ સાકર ઉમેરવી. એમાંથી ૦| તોલો જેટલું ચૂર્ણ સવારસાંજ દૂધ સાથે વાપરવું. તેનાથી બુદ્ધિ અને સ્મૃતિ ઘણી તેજસ્વી થાય છે.
બ્રાહ્મી, વજ્ર, અશ્વગંધા ને પીંપરનું ચૂર્ણ બનાવી મધ સાથે લેવું. ૭ દિવસમાં ફાયદો બતાવે છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૨૧