________________
બોધિસત્ત્વજ્ઞાન મુદ્રા
આનંદકેન્દ્ર (અનાહત ચક), હૃદય પાસે જમણા હાથની જ્ઞાનમુદ્રા કરી, ડાબા હાથની જ્ઞાનમુદ્રા કરી તેના પર રાખી બંને હાથના અંગૂઠા અને તર્જની એકબીજાની સામે મળે એવી રીતે રાખી,
બોધિસત્ત્વ જ્ઞાનમુદ્રા બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ થાય, તે ઉપરાંત ધ્યાનમાં પ્રગતિ સધાય અને સાધકને પોતાની સાધનાનુસાર જ્યોતિકેન્દ્ર (લલાટના મધ્યભાગ) પર સફેદ પ્રકાશ દેખાય. જ્ઞાનમુદ્રાથી ગ્રંથિઓના સ્ત્રાવ સંતુલિત થતા હોવાથી ભાવમાં. અદ્દભૂત પરિવર્તન આવે છે અને સ્વભાવ બદલાય છે. જ્ઞાનમુદ્રા પોતાની સગવડ મુજબ વધુમાં વધુ કરી શકાય છે. ઓછામાં ઓછી ૧૫ મિનિટ કરવી જોઈએ અને જલદી પરિણામ જોઈતું હોય તો નિયમિતપણે ૪૮ મિનિટ સુધી કરવી જોઈએ. | (મુનિ કિશનલાલજી - નીલમ સંઘવી - પ્રદીપ સંઘવીની
મુદ્રા વિજ્ઞાન પુસ્તિકામાંથી સાભાર.)
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
D૧૧૯)
૧૧૯