________________
વિષયભોગની આસક્તિ ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ, (આધ્યાત્મિક ભૂમિકાની પ્રાપ્તિનો અભાવ), અવનસ્થિત્વ (પ્રાપ્ત થયેલી ભૂમિકામાં રહી ન રહેવું) આ નવ ચિત્તના વિક્ષેપો યોગમાં અંતરાયરૂપ છે.
ઉપરના અવરોધોથી સાવચેતી રાખી દૂર રહેવું.
જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી ક્રિયાયોગ અને નિયમઃ
૧.
તપ: સ્વાધ્યાય ર્ફેશ્વર પ્રભિધાનાનિ યિાયોગ !! યોગસૂત્ર ૨-૧ તપ : તપ એટલે તપવું. શરીર અને ચિત્તને તપાવીને તેમને શુદ્ધ કરનારી સાધનાઓ તે તપ.
૨.
સાત્ત્વિક આહાર - વિહાર, ઉપવાસ, ઇન્દ્રિયોનો સંયમ અને પ્રાણાયામ એ શારીરિક તપ છે. સત્ય, પ્રિય અને હિતકર વાણી, એ વાચિક તપ છે. મૌન, સમતા, ભાવશુદ્ધિ, મનનો નિગ્રહ, ચિત્તની પ્રસન્નતા વગેરે માનસિક તપ છે.
સ્વાધ્યાય - જપ ઃ શાસ્ત્રોનું વિધિવત્ અધ્યયન, તેના પર ચિંતન મન અને સાથે પ્રણવ (ૐ), ગાયત્રી, નવકાર આદિ મંત્રોનો જપ કે અન્ય સ્તોત્રોનો પાઠ એ સ્વાધ્યાય અને જપ.
:
૩. ઈશ્વરપ્રણિધાન પોતાની ઇચ્છાઓ, વિચારો, સંકલ્પ અને કર્મો ઈશ્વરને સમર્પિત કરવા જેથી અહંકારનો નાશ થાય. આમાં પણ પ્રણવની ઉપાસના મંત્રો, સૂત્રો (કંઠસ્થ હોવો જોઈએ), તેના અર્થનો ખ્યાલ રાખી જપ કરવો.
૧૧૦
આ ત્રણ એટલે ક્રિયાયોગ જે ખૂબ મહત્ત્વનો છે તેથી જ તેને નિયમમાં પણ સ્થાન અપાયું છે.
शौच, संतोष तपः स्वाध्याय ईश्वरप्रणिधानानि नियमो !! યોગસૂત્ર – ૨ - ૩૨ શૌચ એટલે ચોખ્ખાઈ : શારીરિક, માનસિક, વાચિક શુદ્ધતા. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના