________________
ચૂર્ણિ ૭,૫૦૦, લઘુ વૃત્તિ ૩,૭૦૦ છે. નિયુક્તિ ગાથા ૪૫૦ છે. આધુનિક સેમ સુન્દર સૂરિએ રચેલ લઘુ ટીકા ૪,૨૦૦. સમયસુંદર ઉપાધ્યાયે કરેલી લઘુ ટીકા ૨,૬૦૦. પિંડનિર્યુક્તિ-ભદ્રબાહુ સ્વામિએ રચેલ મૂલ સંખ્યા ૭૦ ૦. મલયગિરિએ તેના પર રચેલી ટીકા ૭,૦૦૦. બીજી પ્રતમાં ૬,૬૦૦ છે વિ.સં. ૧,૧૬૦માં વીરગણિએ કરેલી ટીકા ૭,૫૦૦ છે. અને મહામૂરિએ કરેલી લઘુ વૃત્તિ ૪,૦૦૦ છે. સંપૂર્ણ સંખ્યા ૧૯,૨૦૦ છે.
ઘનિર્યુક્તિ-ભદ્રબાહુ સ્વામિએ રચેલ મૂલગાથા ૧,૧૭૦ છે. દ્રોણાચાર્યે રચેલી ટીકા ૭,૦૦૦, તેનું ભાષ્ય ૩,૦૦૦ છે. ચૂર્ણિ ૭,૦૦૦, સંપૂર્ણ સંખ્યા ૧૮,૪૫૦ છે, ઉતરાધ્યયન સૂત્ર-અધ્યયન ૩૬ છે. મૂલ સંખ્યા ૨,૦૦૦ છે. વાદિવેતાલ શાન્તિ સૂરિએ રચેલ બેહદુવૃત્તિ ૧૮૦૦૦ બીજી પ્રતમાં ૧૭૬૪પ છે. ૧૨૭૬ માં નેમિચન્દ્ર સૂરિએ કરેલી લઘુવૃત્તિ ૧૩૬૦૦ છે. ભદ્રબાહુ સ્વામિએ કરેલી ગાથા નિર્યુક્તિ ૬૦૭ છે. ચૂર્ણિ ૬૦૦૦ છે. સંપૂર્ણ સંખ્યા ૪૦૩૦૦
બે ચૂલિકા સત્ર. નદીસત્ર-દેવાર્કિંગણિ ક્ષમા શ્રમણે રચેલું. મૂળ સંખ્યા ૭૦૦, તેના પર મલયગિરિએ કરેલી લઘુ વૃત્તિ ૭,૭૩૫ સંવત ૭૩૩ માં રચાયેલી ચૂર્ણિ ૨૦૦૦ છે. હરિભદ્ર સૂરિએ કરેલી લઈ ટીકા ૨૩૧૨ છે. સંપૂર્ણ સંખ્યા ૧૨,૭૪૭ છે. ચન્દ્રસૂરિએ કરેલ ટિપ્પણ ૩,૦૦૦ છે. અનુયોગદ્વારસૂત્ર-ગાથા ૧૬૦૦ મલધારિ હેમચન્દ્રસૂરિએ રચેલવૃતિ ૬,૦૦૦ છે. જિનદાસ ગણિ મહત્તરે રચેલી ચૂર્ણિ ૩,૦૦૦ છે. હરિભદ્ર સૂરિએ રચેલ લઘુવૃત્તિ ૩,૫૦૦ છે. આ રીતે સંપૂર્ણ સંખ્યા ૧૪,૩૦૦ છે. આ રીતે અગીઆર અંગ, બાર ઉપાંગ, દશ પઈના, છ છેદ સૂત્ર, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર મળી ૪૫ આગમોની સંખ્યા થાય છે..