________________
છે, અને સમાજ તેમ ઓળખે છે, તેમાંના કેટલાકના વિચારો અમારી પાસે આવ્યો છે, તે જોઈને અમને એમજ થાય છે કે અમારી સમાજને જે અગ્રેસરેથી દોરાવાનું સૂજિત થયું છે તે વીશમી સદીમાં છતાં ચાદમી સદીના વિચારોવાળા હોઈ અમને તે સમયના વિચારપ્રવાહમાં ચલાવવા મથે છે. આવી સ્થિતિ હોઈ, અમારા ભવિષ્યના હિતાહિતની અગમચેતી કરાવે એવા સંતાનોની અમારી સમાજમાં ક્યાંથી આશા રાખી શકીએ ?
જેઓને સમગ્ર હિંદની પરિસ્થિતિ જોવાની ટેવ હશે તેઓને જોવામાં આવ્યું હશે કે દેશમાં એક છેડાથી બીજા છેડા સુધી કેળવાયલા વર્ગમાં એવો વિચાર બળવાનપણે વર્તી રહ્યા છે કે બીજી બધી બાબતનો ખ્યાલ બાજુ પર મૂકી, દેશના તરૂણને એવી કેળવણી આપે કે જેથી દેશની આર્થીક આબાદી થાય. વ્યવહારને અંગે આ વિચાર વર્તે છે એટલું જ નથી પણ પરમાર્થને અંગે પણ આજ પ્રકારનો વિચારપ્રવાહ થઈ રહ્યો છે. પરમાર્થ, ધર્માદા, પરોપકાર આદિ અર્થે જેઓ પોતાનું દ્રવ્ય વાપરવા માંગે છે તેઓ પણ દેશની આબાદી થાય તેવા પ્રકારે જનાઓ કરાવે છે. મરહુમ જમશેદજી તાતા, ડૉકટર રાશવિહારી ઘોષ, આદિ પુરૂષોએ જે બાદશાહી સખાવત કરી છે તે પણ આ દિશામાં જ કરી છે, અને આવીજ દિશામાં, પરમાર્થ અર્થે જેઓ દ્રવ્ય વાપરવા માંગે છે તેઓને વાપરવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં કહેવાને હેતુ એવો છે કે અત્યારે સર્વત્ર એવી બુમ (cry ) છે કે જેથી માનવ જાતિનું “ વ્યવહારૂ ભલું ” (practical good ) થાય તે રસ્તે ધર્માદ થવો જોઈએ. આગમ પ્રકાશનને માટે રકમ કાઢી આપનાર ગૃહસ્થ મી પુંજાભાઈ હીરાચંદને પણ આ જાતની અનેક સ્થળેથી ભલામણ થઈ હતી.
વ્યવહારૂ ભલું ” ( practical good ) કરવાની અત્યારે જે બુમ છે તે બે કારણેથી દિનપ્રતિદિન વધતી જ જવાની. એક તે હદની આર્થીક સ્થિતિની નબળાઈ અને બીજું અત્યારની કેળવણીથી ધર્માદાની વિચારાયેલી પદ્ધતિ. અત્યારની ધર્માદાની એ પદ્ધતિ છે કે જેથી માનવ જાતને વ્યવહારમાં લાભ થઈ શકે તે ધર્માદે યોગ્ય છે. આ બે કારણોથી જ વ્યવહારૂ ભલું ” કરવાના સંસ્કારે એટલી હદ સુધી વધવા પામવાને અત્યારથી જ એ સંભવ દેખાય છે કે, જેમાં પ્રત્યક્ષ “ વ્યવહારૂ ભલું ' નહીં દેખાય એવા ધર્મકાર્યોને અંગે થતાં ધર્માદા ચંને ઉગતી પ્રજા માત્ર દ્રવ્યને ગેરવ્યય (mere waste of money) તરીકે જ ગણશે.
અમે એમ કહ્યું કે જેનાથી પ્રત્યક્ષ હિત નહીં દેખાય એવા ધર્માદા ખર્ચને માત્ર દ્રવ્યને ગેરવ્યય ગણશે એવી હદ સુધી “વ્યવહારૂ ભલા ”( practical good ) ના સંસ્કારે ભવિષ્યમાં પહોંચશે. શા માટે ભવિષ્યમાં? અત્યારે પણ તેવા સંસ્કારો કયારનાય ઉત્પન્ન થઈ ચૂક્યા છે. અત્યારે થોડીક સંખ્યા કેળવણી પામેલા માણસોની છેઃ જયારે બીજા પ્રકારની એવી સંખ્યા છે કે આવા કાર્ય પાછળ થતાં ખર્ચને માટે અમને કહે છે કે આવા કાર્ય કરવામાં “ થોડુંક ભલું ” ( little good ) છે. એવા કામ પાછળ ખર્ચ કરવું જોઈએ કે જેથી “ વ્યવહારૂ હિત” ( practical god) એવું જોઈએ કે જેથી “વધારે ભલા ” (greater good ) ને નિયમ સચવાય. અર્થાત