________________
૩૫ આગમપ્રકાશનને અધીરજપૂર્વક આગ્રહ શા માટે? કેટલાક તરફથી અમને એમ કહેવામાં આવ્યું છે કે, આગમપ્રકાશનને અંગે લેકમત હજુ જોઈએ તેટલે તૈયાર નથી ? છતાં તમને તેને આગ્રહ શા માટે છે ? અમે કહીએ છીએ કે અમારે તે સંબંધીને આગ્રહ તે છે, પરંતુ તે ઉપલક દૃષ્ટિએ અવેલેકનારને અધીરજવાળો આગ્રહ લાગે તેવો પણ છે. અમારો આગ્રહ શા માટે છે તેને જોકે અમોએ અમારી તા. ૧-૮-૧૩ ની યાદીમાં ખ્યાલ આપ્યો હતો, પરંતુ તેથી જોઈએ તેટલી સ્પષ્ટતા સમાજના મન ઉપર થઈ હોય એવું અમને દેખાયું નહીં. અમારી ઉક્ત યાદીમાં અમોએ કહ્યું હતું કે “ અત્યાર સુધી જિનાગમનું શુદ્ધ પ્રકાશન બે કારણેથી યથાયોગ્ય પ્રગતિ પામ્યું નહોતું. એક તે આપણામાં વિદ્યાવિષયક ખીલવણી બહુ ઓછી હતી, અને બીજું આપણામાં રૂઢિબંદ્ધ એવા સંસ્કારો ઉતરી આવ્યા હતા કે, આગમ પ્રકાશન થાય નહીં. વિદ્યાવિષયક ખીલવણીના કારણે આ રૂઢિબદ્ધ સંસ્કારો આપણામાંથી ઘણું ઓછા થયા છે, પરંતુ સર્વથા તે ગયા નથી. જે ગતિપૂર્વક વિદ્યાવિષયક ખીલવણ દેશમાં થતી ચાલી છે તે ગતિપૂર્વક ચાલુ રહે તે ઓછામાં ઓછા પચીસ વર્ષ આ રૂટિબદ્ધ સંસ્કાર સર્વથા જવાને જોઈએ. આ પ્રકારે ૨૫ વર્ષ સુધી રાહ જોતાં, આવા કાર્યની સામે એક મોટો ભય આવી ઉભો રહે તેમ છે. ધર્મચુસ્ત વર્ગની એક એવી ફર્યાદ ચાલુ થઈ છે કે, પશ્ચિમ ભણીની કેળવણીથી તરૂણ જમાનો નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિ માર્ગે વિશેષ વધ્યો જાય છે. જે ગતિએ તે વધ્યો જતો માનવામાં આવે છે તે ગતિની ગણત્રી ધ્યાનમાં લેતાં, પચીસ વર્ષ પછી હમણાં કરતાં બહુપણે પ્રવૃત્તિ માર્ગે શું ચઢી ન જાય ? અને ચઢી જાય તે રૂઢિબંધ સંસ્કારે સર્વથા જાય ત્યાં આ નવો ભય આ મહાન કામની સામે આવીને ઉભો રહેવા શું સંભવ નથી ? આ દૃષ્ટિ લેતાં, અત્યારના સમયજ આ કાર્યને અંગે સર્વથી સારે છે, કારણ કે પશ્ચિમ ભણીની કેળવણી પામેલે વર્ગ હજુ નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગના સંસ્કારોની મધ્ય સ્થિતિમાં છે. ”
જે દેશ, સમાજ કે ધર્મ, પિતાની ભવિષ્યની સ્થિતિને ઓછામાં ઓછા એક જમાના પહેલાં-અગાઉ, ખ્યાલ-માપ કરી શકે તેવા સંતાનો ઉત્પન્ન કરતાં નથી, તે દેશ, સમાજ કે ધર્મ પિતાના ભવિષ્યનું હિત સાચવવામાં અવશ્ય બેનસીબ રહે છે. દરેક દેશે, દરેક સમાજે અને દરેક ધર્મ પિતાને વિષે એવા સંતાનો ઉત્પન્ન થયેલા ઈચ્છવા જોઈએ કે જે અગાઉથી પિતાના ભવિષ્યના હિતાહિતની સ્થિતિને ખ્યાલ કરી લઈ તે પ્રકારનાં સાધન તૈયાર કરાવી શકે. -
કોઈ પણ વિચક્ષણ-જૈનિને લાગવું જોઇએ કે, આપણી જૈન સમાજ અને ધર્મને વિષે એવાં સંતાને બહુજ અલ્પ જોવામાં આવે છે કે જે જૈન સમાજ અને ધર્મની ઓછામાં ઓછી એક જમાના પછીની સ્થિતિને ખ્યાલ-વિચાર–માપ અત્યારે કરી લઈ તે પ્રકારે તૈયારી કરી લેવા માટે સમાજને અગમચેતી આપતા હોય અમે અમારી ઉક્ત યાદીમાંથી જે ભાગ ઉપર ટાંગે છે તે સંબંધમાં પુખ્તપણે વિચાર કરનારી છેડીક સંખ્યા આપણામાં હોય તો ભલે એમ આ પ્રસંગ માટે બહાર આવેલા વિચારો પરથી અમને અનુભવ થયો છે. આપણી સમાજમાં જેઓ પિતાને અગ્રેસરો તરીકે ઓળખાવે