________________
ટ
અને લોકોમાં, ટીકાત્મક અને ઐતિહાસિક જ્ઞાનને અને વિદ્યાની પ્રગતિ અને આધુનિક વિચારનો ખેદ ઉપજાવે તેટલે અપરિચય છે. અંધશ્રદ્ધાનો જમાનો હવે જતો રહ્યો છે. દુનિયા માત્ર શાખ ઉપરજ ગમે તેવું માને તેમ નથી. જો વિદ્યાવાન જગતને મનાવવું હોયતે વિદ્યા (Seeince ) ના પ્રત્યક્ષ પ્રમાણથી અને સંગીન દલીલથી તમારે સિદ્ધ કરવું પડશે કે, તમારે ધર્મ વેદ કરતાં પ્રાચીન છે.”
નામદાર ગાયકવાડ સરકારના આ હિતરૂપ ઠપકાથી આપણે કેટલું બધું શીખવાનું છે. નામદાર ગાયકવાડ કહે છે તે પ્રમાણે થવા માટે શું એટલું જરૂરનું નથી કે, વિદ્યા (Science) અને આધુનિક વિચાર (Modern thought)થી સહવાસી એવા ગૃહસ્થ વર્ગને આગમનું વાંચન પ્રતિબંધિત ગણવું ન જોઈએ ? અને જે પ્રતિબંધિત ગણુએ તે આપણને હજુ જૈનતર સૃષ્ટિથી ઘણું સહન કરવું પડશે? આગમને ભરમ ખુલ્લો થઇ જતાં માહાસ્ય ઘટવાને સંભવ છે કે વધવાના ?
જૈન ઈતિહાસ લખવાનું સાથી બળવાન સાધન આગમજ છે.
સ્થિતિચુસ્ત જૈનપ્રજાને અને અમારી સાહસ પ્રકૃતિ માટે પ્રશંસાભાવ ધરાવતાં છતાં કેટલાક મિત્રોને એવો ખ્યાલ છે કે, આગમપ્રકાશન થવાથી આગમને માટે જૈન પ્રજામાં જે તેને માટે ભરમ છે, અને ખરી રીતે આગમને લઈને જૈન પ્રજાનું ધર્મજીવન ટકી રહ્યું છે તે ખુલ્લો થઈ જશે, અને તેથી તેનું માહાન્ય ઘટી જશે. માહાત્મ્ય ઘટી જવાનો ભય રાખનારા મનુષ્ય બે પ્રકારનાં છે. એક પ્રકારનાં મનુષ્યો એવા છે કે, જેઓ એમ માને છે કે, આગમનું જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે, તે વાંચવાને ઉત્તમોત્તમ અને બળવાન શ્રાવક હોય છતાં તે પાત્ર હોઈ ન શકે. આથી ઉલટું, બીજા પ્રકારનાં મનુષ્પો એવાં છે કે, જેઓ એમ માને છે કે, આગમની રચના એવા પ્રકારની છે કે, વર્તમાનમાં જે તેનું વાંચન શ્રવણું સંપૂર્ણ છુટથી થાય તે તરૂણ જમાને તેથી અશ્રદ્ધાળુ બને તેમ છે. ભૂગોળ, ખગોળ, નરકસ્વર્ગના સ્વરૂપ અને બીજી કથાઓને પ્રકાર આગમને વિષે એવા પ્રકારને, આ બીજા પ્રકારના વર્ગના સભ્યો માને છે કે, જરૂર તરૂણ જમાનાને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા છે તે પણ ઓછી કરી નાંખશે. આ રીતે બે સામસામી દિશાવાળા મનુષ્યો છે કે, જે આગમપ્રકાશનથી: (રમ ખુલે થઈ માહાતમ્ય ઘટી જવાનું માને છે.
આ સંબંધમાં કંઇક ખુલાસાની અપેક્ષા રહે છે. જ્યાં સુધી અમારું અવલોકન પહોંચે છે ત્યાં સુધી આગમની વસ્તુસ્થિતિ એવા પ્રકારની છે કે, તેને વિષે દ્રવ્યાનુયોગ ( Metaphysics ) ગણિતાનુગ ( Mathematics ), ચરણનુયોગ ( આચારવિષયક વિભાગ ) અને ધર્મકથાનુયોગ (જેની અંદર ઐતિહાસિક અને ૨ બધ સાથે જ્ઞાન ગોઠવ્યું છે તે ) એ ચાર ધર્મશાસ્ત્રના વિભાગો એક બીજાં મિશ્ર થઈને કહેવાયાં છે કે, ધર્મના સિદ્ધાંત ( Principles ) જેવી રીતે, હમણાની પદ્ધતિના ભૂમિતિ કે તેવાં વિજ્ઞાનવિષયક ( Seeintific ) શાસ્ત્રના સિદ્ધાંતો પિતાના સ્વતંત્ર સ્વરૂપમાં બહાર પડે છે તેવા સ્વતંત્ર સ્વરૂપમાં ન દેખાય; એટલે કે માત્ર બેધઅર્થે કરેલી ધર્મકથાનુયોગની વાતો પણ સિદ્ધાંતે ( Principles ) ની સાથે ભેળવેલી છે કે,