________________
આગમનું જ્ઞાન સરળ રૂપ આપવાથી લોકોને ઉપકાર વિશેષ થાય એમ ટીકાકાર અને ભાષા ટીકાકાર મહપુરૂષોએ કહ્યું છે એટલે જૈનના શ્રાવક-ગૃહસ્થ સમુદાયમાં પણ આગમજ્ઞાનનો પ્રચાર થતાં લોકપકાર થાય. એ વાત ખરી છે કે, શ્રાવકાને માટે આગમનું શ્રવણ તે સ્વીકારેલું જ છે, કેમકે તેવી પ્રવૃતિ અત્યારે પ્રત્યક્ષ છે. મુનિરાજે આગમ સરળરૂપે થતાં, શ્રાવક સમુદાયને, આગમજ્ઞાનનું વિશેષ પણે શ્રવણ કરાવી શકશે અને તેથી લેકોપકાર દશે એવું આપણે જોયું. હવે, સવાલ માત્ર એટલો રહે છે કે એલી તે સહેલાઈથી મળી શંક એટલે શ્રાવકે પિતાની મેળે વાંચતાં થશે, અને તેથી “ શ્રાવકોને મુનિદ્વારા આગમજ્ઞાનનું શ્રવણ ઘટે, પણ સ્વતંત્ર રીતે વાંચન ન ઘટે ” એવી પરંપરા ચાલતી માનીનતા જળવાઈ નહીં રહે. આના સંબંધમાં અમારો ખુલાસો આ પ્રમાણે છે. જે મુનિદ્વારાએ આગમનું શ્રવણ શ્રાવક સમુદાયને અર્થે નિર્માણ થયેલું છે, તો તે ઉપરથી એટલી વાત તે સિદ્ધ થાય છે કે, આગમનું જ્ઞાન અથવા આગમમાં કહેલા વિચાર જાણવા એ શ્રાવક સમુદાયને માટે અટકાવેલ નથી હવે, વાત એટલી રહે છે કે, આગમમાં કહેલા વિચારે, આગમો છપાતાં સુલભ્ય થાય એટલે, શ્રાવક સમુદાય, અત્યારે જેમ મુનિદ્વારા જાણી શકે છે તેને બદલે વખતે, પોતાના સ્વતંત્ર વાંચનથી, જાણી લે એ બનવા
ગ્ય છે, તેનું શી રીતે ? આગમનું જ્ઞાન શ્રાવકે જાણવું એ આજ્ઞા છે “પણ સ્વતંત્ર વાંચનથી કે મુનિદ્વારા શ્રવણથી” એટલી નિર્ણત કરવા માટે રહેલી વાતનો વિચાર કરતાં આપણે આપણને પિતાને સૌથી પહેલો પ્રશ્ન એ કરવા ગ્ય છે કે, મુનિદ્વારાએ આગમનું જ્ઞાન જાણવું અને સ્વતંત્ર રીતે આગમજ્ઞાનનું જાણવું એવો ભેદ પાડવામાં હેતુ શે ઘટે છે ? એને હેતુ એટલેજ ઘટાવી શકાય એવું છે કે, મુનિરાજે, આગમજ્ઞાનના ખાસ અભ્યાસી હાઈ આગમનાં વિચારને આશય જેવી સૂક્ષ્મ રીતે બતાવી શકે તેવો સ્વતંત્ર વાંચનદ્વારાએ શ્રાવકે ન સમજી શકે. અમે માનીએ છીએ અને જાણીએ છીએ ત્યાં સુધી આ વિષયમાં આ પ્રકારની જ ઘટના કરવામાં આવે છે. એટલું અમે સ્વીકારી લઈએ છીએ કે એક વિષયના ખાસ અભ્યાસીઓ જે તે વિષયનો આશય સમજી શકે તેવો આશય ઉપલક વાંચનારાઓ ન સમજી શકે એ જાત ખરી છે, પરંતુ ત્યાં સવાલ એમ ઉત્પન્ન થાય છે કે, એવું શું કારણ છે કે મુનિરાજે આગમના ખાસ અભ્યાસી થઈ શકે અને શ્રાવકો ન થઈ શકે. કોઈ પણ વિષયનું જ્ઞાન થવું એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિતારતમ્યતા મનુષ્ય માત્રામાં છે. એમ પણ એકાંત નથી હોઇ શકતું કે, મુનિઓનુંજ બુદ્ધિબળ વિશેષ હોય, અને શ્રાવકેનું બુદ્ધિબળ ઓછું જ હેવું જોઈએ; અથવા એવું પણ એકાંત નથી કે શ્રાવકેનું બુદ્ધિબળ વધારે હોય અને મુનિઓનું ઓછું હોય. એ તે બુદ્ધિની તામ્યતા ઉપર આધાર રાખે છે; એટલે એવું કાંઈ ખાસ કારણ નથી કે, શ્રાવકે આગમના ખાસ અભ્યાસી ન થઈ શકે. વસ્તુ સ્થિતિ આમ હેઇ, કોઈથી એમ તો નહીં કહેવાય કે બુદ્ધિબળના કારણે શ્રાવકે આગમના ખાસ અભ્યાસીઓ ન થઇ શકે. - હવે એમ કહેવામાં આવે છે, મુનિરાજેનું સમગ્ર ચારિત્ર અને તેમાં પણ યોગઉપધાનાદિનું વહન એ સાધનો દ્વારા મુનિરાજેને આગમનું જ્ઞાન વધારે સારું થઈ શકે તે તેના સંબંધમાં અમે કહેવા રજા લઈએ છીએ કે, કઈ પણ પ્રકારનું જ્ઞાન સુંદર ચારિત્રવાળા મનુષ્યોને સારી રીતે પ્રગમી શકે એ વિશેષ બનવા યોગ્ય છે, પરંતુ તે વાત પણ