________________
૨૪
શ્રાવક વર્ગ અને આગમનુ' જ્ઞાન.
જ્યારે જ્યારે જિનાગમાના પ્રકાશનને અંગે પ્રયત્ન થયાં છે ત્યારે ત્યારે એક એવી દલીલ કરવામાં આવી છે કે, પૂર્વાચાર્યાંના ગ્રંથા કયાં થેાડાં છે કે, જિનાગમના પ્રકાશનની– અને તે પણ દેશ ભાષામાં ભાષાંતરે। સહિત— જરૂર છે. તેઓની આ દલીલ તેના ખરા સ્વરૂપમાં જોવા જોઇએ, તે એવી છે કે, આગમ જ્ઞાનના પ્રચારની જરૂર નથી. કેમકે ગ્રાનું જ્ઞાન આપણે માટે પૂરતું છે. જે પૂર્વના જ્ઞાની પુરૂષાના પ્રયત્ને તરફ નજર કરીએ, તે આવી દલીલ કરનારાઓના ખેલવા તરફ બહુ કાળજી કરવાની જરૂર ન રહે. જ્યારે પૂર્વે આગમાની સંસ્કૃત ટીકા થઈ ત્યારે પણ પૂર્વાચાર્યાંના અનેક અનેક ગ્રંથે। વિદ્યમાન હતા. પૂર્વે જ્યારે આગમેાની ગુજરાતી ભાષાટીકા ( અથવા જેને ‘ ભાષા ' આળાવબાધ કે ટખ્ખાઓ કહેવામાં આવે છે ) થઈ ત્યારે પણ અનેક મહાન આચાર્ય મહારાજોના ગ્રંથા સ્થિત હતા. આમ હોવા છતાં, મૂળ આગમા, કે જે માગધી ભાષામાં છે તેને સરળ કરવા માટે સંસ્કૃત ટીકા અને ગુજરાતી ટખ્ખાએ લખાયાં છે, અને લખનાર પુરૂષાએ એમ કરવાના પાતાના હેતુ એવા બતાવ્યા છે કે, સરળ થતાં લેાકેાપકાર થાય. શ્રી આચારાંગ સૂત્રના ભાષા ટીકાકાર બૃહત તપગચ્છમાં થયા છે અને તેઓશ્રીનું નામ શ્રી પાર્શ્વચંદ્ર છે. તેઓએ કહ્યું છે કે, ભાષા ટીકા લખવાના તેના હેતુ લેાકના ઉપકાર થાય તે છે. આજ પ્રકારે શ્રી શીલગાચાર્ય, શ્રી અભયદેવસૂરિ અને ખીજા સર્વ ટીકાકારેએ અને ભાષાટીકાકારાએ, લાકને ઉપકાર કરવા માટે સરળપણું કરવા અર્થે પેાતાની ટીકા કરવાના હેતુ બનાવ્યા છે. અર્થાત્ તે ટીકાકાર મહાનુભાવેાની આ પ્ર‰ત્તિનું પૃથક્ કરણ કરીએ, તે આટલી વાત સિદ્ધ થાય છે. ૧. પૂર્વાચાર્યાં પ્રણીત અનેક ગ્રંથા છતાં આગમાનું જ્ઞાન પ્રચાર પામે, તા લાકના ઉપકાર છે. ૨. લાકના ઉપકાર થવા અર્થે આગમ જ્ઞાનને સરળ કરવાની જરૂર છે.
અમે પૂછીએ છીએ કે, અનેક મહત્પુરૂષના અનેક ગ્રંથ છતાં પૂર્વાચાર્યાએ આગમજ્ઞાન સરળતાવાળુ કરવામાં લાકના ઉપકાર થાય એમ માન્યું છે, તે પછી ઉપર કરી તે અત્યારે લાવવામાં આવતી દલીલ કેટલીવાર નીભી શકશે ? અમારે। હેતુ પણ આગમનાનને દેશભાષામાં ભાષાંતરા કરાવી વિશેષ સરળતા આપવાના છે તે અમે પૂર્વ પુરૂષાના માર્ગે ચાલીએ છીએ કે નહિ ?
આ પ્રકારે, જ્ઞાની પુરૂષોના માર્ગને અનુસરી અમે ભાષાન્તરા કરાવી આગમ છપાવીએ એટલે લાકના ઉપકારના હેતુ થવા યાગ્ય છે. અનેક મુનિરાજોને સુલભ્ય અને સરળ, શ્રી આગમા થતાં, જેમ પેાતાને તેનુ જ્ઞાન થઈ શકશે તેમ પેાતાના વિહારદ્વારાએ જૂદાં જૂદાં અનેક સ્થળેાએ અપાતાં વ્યાખ્યાનદ્વારાએ પણ આગમજ્ઞાનના પ્રચાર કરી લાકના ઉપકાર વિશેષપણે કરી શકશે. એટલુ દુ:ખદાયક છે કે આપણા મુનિરાજોએ પેાતાને વિહારપ્રદેશ બહુ ટુંકા કરી નાંખેલા હેાવાથી, મારવાડ અને તેવા પ્રદેશના જૈન ભાઇઓતે ધર્મજ્ઞાનના બહુ ઓછા લાભ મળતા હેાઇ, તેનુ ધર્મ સાહિત્યજ્ઞાન બહુજ એન્ડ્રુ રહે છે,-નિર્જીવ જેવું રહે છે. મુનિરાજો જો પેાતાને વિહારપ્રદેશ વિસ્તૃત કરશે અને આ પ્રકારે તેના હાથમાં આગમા સરળ આકારે અને સુલભ્ય રીતે આવશે તે જ્ઞાનને પ્રચાર ( Diffusion of Knowledge) વધી શકશે; અને તેથી લાંકાપકારવધારે થશે.