________________
આત્મા આ દેહમાં મૃત્યુ વખતે હોય અને બીજા દેહના ગર્ભમાં પહોંચવાનો હોય ત્યાં પણ હોય. એટલો લાંબો થાય. કારણ કે આત્મા સંકોચ-વિકાસ સ્વભાવનો છે. ત્યાં બીજા દેહમાં પહોંચ્યા પછી આ દેહ છોડી દે.
જે અંગ ખોટું પડી જાય, લકવો થઈ જાય ત્યાંથી આત્મા ખસી જાય. પક્ષાઘાત થાય તે અંગ પર મચ્છરેય ના બેસે. એટલે જાણવું કે ત્યાંથી આત્મા ખસી ગયો છે. હાથ કપાઈ જાય તો ત્યાંથી આત્મા સંકોચાઈ જાય.
આત્માનો સ્વભાવ છે કે અમુક વેદના વધે તો ત્યાંથી આત્મા ખસી જાય. આત્મા મૂળેય આનંદી સ્વભાવનો, તે વેદના સહન કરી શકે નહીં. તેથી તો ડિલિવરી વખતે કેટલીક સ્ત્રીઓ બેભાન થઈ જાય છે.
ઑપરેશન વખતે જે ભાગ બેભાન કરે છે ત્યાંથી આત્મા સંકોચાઈ જાય. પછી ભાનમાં આવે ત્યારે પાછો વિકાસ પામી જાય.
શરીરમાં જે ભાગ કપાઈ જાય છે, તેમાં આત્મા નથી હોતો. ત્યાંથી અજવાળું સંકોચાઈ જાય છે. આત્માના ટુકડા થતા નથી, એ સંકોચાઈ જાય છે. દેહનો એટલો ભાગ કપાઈ છૂટો પડી જાય છે.
વાણી બોલાય છે તેના મૂળમાં, બહારના દબાણથી આત્મા સંકોચ વિકાસ થયા કરે છે. તે એની સંજ્ઞા ઉત્પન્ન થાય છે. એમાંથી કોડવર્ડ ઉત્પન્ન થાય. એમાંથી શૉર્ટ હેન્ડ થાય ને તે પછી આ શબ્દરૂપે વાણી નીકળે.
સંજોગોને લઈને એને પોતાને દબાણ આવે, તેને લીધે કંપાયમાન થાય. કારણ કે આત્મા સંકોચ-વિકાસવાળો છે. તેથી આ બધું ઊભું થઈ જાય છે (કર્મ ચાર્જ થઈ જાય છે).
[૧૭] ઊર્ધ્વગામી આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે. પણ સંસાર રસ્તે જતા ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ છે. રસ્તાનો આધાર મુખ્ય છે છતાં ભ્રાંતિ એક દહાડે છૂટશે. કારણ કે આત્મા સ્વાભાવિક શુદ્ધ છે, મોક્ષ સ્વભાવ છે, ઊર્ધ્વગામી સ્વભાવ છે.
82