________________
ખરા આત્માનું જ્ઞાન અરૂપી છે અને બુદ્ધિજન્ય જ્ઞાનરૂપી છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. કેવળજ્ઞાન સ્વરૂપ એ જ આત્મા છે.
હવા દેખાતી નથી પણ હવા ગરમ આવી, ઠંડી આવી તે ઉપરથી સમજાય કે હવા છે. તેમ આત્મા અરૂપી છે પણ એના ગુણધર્મ ઉપરથી આપણે સમજી શકીએ કે આ આત્મા છે.
એટલે આત્મા અરૂપી દર્શન-જ્ઞાન-ચારિત્રથી ઓળખાય. કોઈ રૂપી વસ્તુથી આત્મા દેખાય નહીં.
આ આંખથી જુએ એ વ્યવહાર ભાષામાં અને રિયલ લૂ પોઈન્ટથી જોયું, એ ભગવાનની શુદ્ધ ભાષામાં, નિશ્ચય ભાષામાં, તો એ અરૂપી આત્મા જોયો કહેવાય.
અરૂપી જોવામાં આત્મા હોય, રૂપી જોવામાં આત્મા હોતો નથી. આત્માની હાજરીથી ઊભું થયેલું પાવર ચેતન છે, તે રૂપીને જુએ છે. પાવર ચેતન પોતે રૂપી છે. એમાં બુદ્ધિ છે એ રૂપીને જુએ છે.
સૂઝ અરૂપી છે. સૂઝ દેખાય એવી વસ્તુ નથી. સૂઝને “અંશ દર્શન કર્યું. સૂઝમાં જે દેખાય છે, એ રૂપી હોય છે. સૂઝ પડે છે એ અનુભવ થાય છે.
‘એ રૂપી છે, એ મિશ્ર ચેતન કહેવાય, પુદ્ગલ કહેવાય.
આ શરીરમાં જે હોય છે, એમાંથી મરતી વખતે આત્મા એકલો હોતો નથી. સૂક્ષ્મ દેહ ને કારણે દેહ પણ સાથે હોય છે. એ બે દેહ હોલ (છીદ્ર)માંથી નીકળે. એ બે દેહ હોલ વગર નીકળી ના શકે, જ્યારે આત્માને એની જરૂર નથી.
સૂક્ષ્મ શરીર ને કારણે શરીર સામાન્ય લોકો જોઈ ના શકે, બાકી તીર્થકરોને એ કેવળજ્ઞાનથી સ્પષ્ટ દેખાય.
આત્માને કેવળજ્ઞાનીઓ દેખે નહીં પણ જાણી શકે.
સિદ્ધક્ષેત્રમાં બધા સિદ્ધાત્મા અરૂપી, ત્યાં રૂપી જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. સિદ્ધશીલા રૂપી પણ સિદ્ધક્ષેત્ર એ આકાશ, અરૂપી, ત્યાં રૂપી પુદ્ગલ હોતું જ નથી.
66