________________
નથી. આપણામાં ચેતનતા છે એટલે નિરંતર જોવા-જાણવાનો સ્વભાવ છે, તેમાં જાગ્રત રહેવું.
આપણું કોઈ અપમાન કરે તો ? લોક તો જે દેખાય છે તેનું અપમાન કરશે, તે તો હું ન્હોય. હું અમૂર્ત છું, મારું અપમાન શી રીતે થાય ?
કોઈ હિંસક જનાવર જંગલમાં ભેગું થાય તો ‘હું અમૂર્ત છું’ બોલીએ, તો એને આપણે દેખાઈએ જ નહીં, એને દેહ દેખાય જ નહીં, આકાશ જ દેખાય. પછી એ ચાલ્યો જાય.
[૯.૨] રૂપી-અરૂપી
આત્મા અરૂપી છે. એનો આકાર દેહ જેવો છે, પણ દેખાય નહીં એવો એટલે અરૂપી છે. આકાશ અરૂપી છે, એવો આત્માય આકાશ જેવો અરૂપી આ દેહમાં છે.
આત્માનું સ્વાભાવિક રૂપ ચક્ષુગમ્ય નથી, અરૂપી છે અને વિશેષભાષી રૂપ ચક્ષુગમ્ય છે, રૂપી છે, એ પ્રકૃતિ સ્વરૂપ છે.
આખી પ્રકૃતિ, પુદ્ગલ, પૂરણ-ગલન, મન-વચન-કાયા એ બધું ફળ છે. પોતે પરમાત્મા અરૂપી છે. રૂપી પરમાણુઓની અધાતુ સાંકળીએ બંધાયા છે, ફસાયા છે. પોતાના સ્વરૂપનું પોતાને ભાન થાય ત્યારે છૂટે.
આત્મા અજ્ઞાનભાવે રૂપી છે, જ્ઞાનભાવે અરૂપી છે. રૂપીની મહીં પોતે અરૂપી તરીકે રહ્યો છે છતાં બહાર બહુરૂપીનું રૂપ લીધું છે. એ બહુરૂપી હોય છે, તેને પોતે જાણે છે કે હું બહુરૂપી નથી, આ તો બહુરૂપીનો રોલ લીધો છે મેં. પોતે પોતાના સ્વરૂપને જ જાણે.
આ જડ રૂપી છે, તે અપેક્ષાએ આત્માને ‘અરૂપી’ કહ્યો. મોક્ષે ગયા પછી તો આ કશા ગુણો જ નથી ત્યાં. મુખ્ય ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ.
એકલો અરૂપી ગુણ પકડીને આત્માને ભજવા જાય તો બીજા ચાર દ્રવ્યો પણ અરૂપી છે, એમાં પોતે ફસાઈ જાય. માટે જ્ઞાની પુરુષ પાસેથી આત્મતત્ત્વ જાણજો, તો મૂળ આત્મા મળશે.
65