________________
છે. તેથી હું પરમ જ્યોતિસ્વરૂપ સિદ્ધ ભગવાન છું બોલે છે. તેનો પોતાને લાભ પણ થાય છે, કારણ કે પોતે ચિંતવે તેવો થતો જાય.
દાદાશ્રીની પાંચ આજ્ઞા પોતાને જ્યોતિ સ્વરૂપમાં જ રાખે એવી છે.
અનંત અવતાર ના પામ્યા એવું પરમ જ્યોતિસ્વરૂપ અહીં પ્રાપ્ત થઈ જાય છે.
[૮.૫] પ્રમેય-પ્રમાતા આ શરીર કે બ્રહ્માંડ પ્રમેય કહેવાય અને આત્મા પોતે પ્રમાતા છે. આત્માનું લાઈટ આ દેહમાં છે ત્યાં સુધી દેહના પ્રમાણ પૂરતું હોય અને છેલ્લો દેહ છૂટે ત્યારે એ લાઈટ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય. પ્રમેય પ્રમાણે પ્રમાતા થાય.
આ મજૂરનું પ્રમેય એનો સંસાર, એટલે એનો સંસારભાવ, બાળબચ્ચા, મેન્ટેનન્સ, ભણતર એ બધું. જ્યારે મિલમાલિકનું પ્રમેય દસ બંગલા, મોટરો, મિલો, પૈસા. એનો આત્મા, પ્રમાતા આ બધામાં હોય. કારણ કે આનું પ્રમેય મોટું થયું તો પ્રમાતા એટલામાં રહે.
પ્રમેયત્વ એટલે ભાજન હોય તેટલા પ્રમાણમાં પ્રકાશ ફેલાય.
ખરો પ્રમાતા પોતે આખા બ્રહ્માંડને પ્રકાશે ત્યારે કહેવાય. છતાં અલોકમાં પ્રમાતા નથી, ફક્ત લોકમાં જ પ્રમાતા છે. આત્મા એટલો ત્યાં પ્રમાતા થાય.
[9] સર્વવ્યાપક-સર્વવ્યાપી જગતમાં લૌકિક દૃષ્ટિએ પરમાત્માને સર્વવ્યાપક માને છે પણ ખરી રીતે નિર્વાણ વખતે એ આત્માનું અજવાળું સર્વવ્યાપી આખા લોકમાં ફેલાય છે.
બીજા બધાનો આત્મા દેહ છોડતી વખતે એવો વ્યાપ્ત થતો નથી. બાકી એ આત્મા પોતે સર્વવ્યાપી થતો નથી. એનો સ્વભાવ, એની પ્રકાશ કરવાની સત્તા સર્વવ્યાપી છે. આત્મા એ પોતાના પ્રકાશના આધારે સર્વવ્યાપી છે, ક્ષેત્રના આધારે સર્વવ્યાપી નથી.
62