________________
સમજ અને અનુભવ બે ભેગા થાય ત્યારે જ્યોતિ કહેવાય. દાદાશ્રી કહે છે, અમારી સમજમાં રહ્યા કરે અને અનુભવમાં વર્યા કરે, એટલે જ્યોતિ મહીં રહ્યા કરે. ફુલ (પૂર્ણ) સમજ અને ફુલ અનુભવ એનું નામ જ્યોતિ. એ જ જ્ઞાન, એ જ પરમાત્મા છે.
એ પરમ જ્યોતિસ્વરૂપ અલક્ષ છે. એવો કોઈ ઉપાય નથી કે લક્ષમાં આવે. જ્ઞાની પુરુષ એકલા જ એ લક્ષ બેસાડી આપે. આત્માના પ્રતીતિલક્ષ-અનુભવ કરાવી આપે. પોતે પરમ જ્યોતિ સ્વરૂપ થઈ ગયો, પછી એ જ્યોતિ ઓલવાય નહીં.
જ્ઞાન એટલે પ્રકાશ અને વિજ્ઞાન એટલે જ્યોતિસ્વરૂ૫. જ્યોતિસ્વરૂપનો અર્થ એ કે દરેક વસ્તુને વસ્તુરૂપે જાણે, અવસ્થારૂપે જાણે, બધી રીતે જાણે. જેટલું જાણે એટલું સુખ ઉત્પન્ન થાય. એટલે જ્ઞાનદર્શન અને એના પરિણામે ઉત્પન્ન થતું સુખ એ ત્રણ ભેગા થાય ત્યારે પરમ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય કહેવાય. જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે.
કેવળ દર્શન અને કેવળ જ્ઞાન, બે ભેગું થાય ને સુખ ઉત્પન્ન થાય, એ ત્રણ ભેગું એનું નામ પરમ જ્યોતિસ્વરૂપ.
જ્યોતિ સ્વરૂપ એટલે આ (રિલેટિવ) અજવાળું નહીં, જોવું-જાણવું ને પરમાનંદમાં રહેવું એ જ્યોતિસ્વરૂપ.
કોને જ્યોતિસ્વરૂપ રહેવાનું છે ? જેનામાં ઝળકે છે તે, જ્ઞાતા-દ્રષ્ટા રહે છે તે, જ્ઞાયક છે તે, શુદ્ધાત્મા છે તેનો તે, એકનો એક જ છે. ફક્ત શેય જુદું પડે છે. સારા-ખરાબ વિચાર એ શેય, બુદ્ધિ-અહંકાર એ જોય, પુદ્ગલ જે છે આ જગતમાં એ શેય અને પોતે જ્ઞાતા, જ્ઞાયક.
જોવું-જાણવું ને આનંદમાં રહેવું એ તુર્યાવસ્થા, જ્યોતિસ્વરૂપ અને તુર્યાતિત એટલે કેવળજ્ઞાન કહેવાય.
સિદ્ધક્ષેત્રમાં પરમ જ્યોતિસ્વરૂપ સિદ્ધ ભગવાન એટલે આખું જગત જેમને પોતાની મહીં દેખાય.
જ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાત્માઓ ૧|૮ સિદ્ધ ભગવાનપદને પામે
61