________________
૩૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ધ્યાતસ્વરૂપ થઈ ગયા, ત રહ્યું હવે શુક્લધ્યાત પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવંતોને શુક્લધ્યાન ખરું ?
દાદાશ્રી : ના, એ તો ધ્યાનસ્વરૂપ થઈ ગયા હોય. જેનું ધ્યાન કરવાનું તે સ્વરૂપ થઈ ગયા હોય. આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત હોય. એટલે સિદ્ધગતિમાંય એ ગુણ સહિત હોય. તેથી સમયે સમયે પર્યાય સિદ્ધને દેખાય. સિદ્ધોને ઉત્પાદ, વ્યય ને ધ્રુવ.
આ મેં હાથ ઊંચો કર્યો તે તેમને ઉત્પાદ લાગે ને પોતે ધ્રુવ છે તે જ્ઞાન રહે ને હાથ નીચો આવે તેને વ્યય જુએ. તેમ આ સૂર્ય ઊગે ને લોકો દોડધામ કરે, રાત્રે સૂઈ જાય એ બધું એમને ઉત્પાદ, વ્યય ને ધ્રુવની જેમ દેખાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહે.
શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સિદ્ધક્ષેત્રે
પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવાનને પરિણમન ખરુંને ?
દાદાશ્રી : પરિણામ વગર દ્રવ્ય કહેવાય જ નહીંને ! એમને શુદ્ધ પર્યાયો હોય, આપણને અશુદ્ધ પર્યાયો હોય, તેને જોવાના. પોતાના સિવાય બહારના પર્યાયને જુએ તે અશુદ્ધ પર્યાય.
પ્રશ્નકર્તા : સિદ્ધશિલામાં ચૈતન્ય દ્રવ્ય જે છે, તે પર્યાયો સહિત છે ?
દાદાશ્રી : સિદ્ધશિલામાં ચેતન દ્રવ્ય-ગુણ-પર્યાયથી સહિત છે, પણ પોતાનાથી. દ્રવ્ય-ગુણ-પર્યાય બધું ચોખ્ખું, પ્યૉર. આપણે બોલીએ છીએને, દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ જ દ્રવ્ય-ગુણપર્યાયથી ત્યાં સિદ્ધશિલામાં ચૈતન્ય છે.
‘તે લોકમાં વ્યાપ્ત છે કે અલોકમાં ?’ લોકમાં વ્યાપ્ત છે, અલોકમાં કોઈ છે નહીં આકાશ સિવાય. ‘લોકાલોક બન્નેમાં ?' ત્યારે કહે, ના, અલોકમાં નહીં, લોકમાં જ બસ.
અનુભવ કરતારો તે જાણતારો થઈ ગયા હવે અભેદ
પ્રશ્નકર્તા : સિદ્ધશિલામાં ધારો કે પ્રકાશ સ્વરૂપ જે જીવ થાય, એને