________________
૩૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આવરણ દરેક જીવને હોય. અમે એ સમસરણ આવરણ તોડી નાખીએ. પછી કર્મો જુદા પડી જાય છે. સમસરણ અને કર્મો એ બેનો આંકડો છે. તમે કર્મ ગમે એટલા ખપાવો, પણ પેલો આંકડો તો એમને એમ જ છે.
જ્યારે આપણે બેઉ વિભાજન કરી નાખ્યું. જેમાં વડોદરા સ્ટેશન પર ચોવીસ ડબ્બા અને ઈન્જિન હોય પણ આપણે આંકડો કાઢી લીધો હોય તો ઈન્જિન ચાલ્યું જાય ને ડબ્બા પડી રહે ! એવું આ કુદરતી રીતે ઊભું રહ્યું છે. આ મારી આજની શોધખોળ નથી. આજે શોધખોળ બની શકે એવી નથી. ધીસ ઈઝ બટ નેચરલ ! આ બધાના પુણ્યના આધીન બન્યું છે, નહીં તો આવું બની જ શકે નહીંને ! મને એક કલાક મળ્યા પછી એ માણસ મને છોડતો જ નથી અને તે આ અક્રમ તેને કહેવાય છે. સમસરણ આવરણ એ અજ્ઞા ભાવ છે. આ પ્રજ્ઞા ભાવ પ્રગટ થઈ જાય છે. આત્મા, આત્માની જગ્યાએ છે અને ખપાવવાના કર્મો, આ કર્મની જગ્યાએ છે.
મોક્ષમાર્ગ, નિશ્ચયતયથી - વ્યવહારનયથી પ્રશ્નકર્તા : નિશ્ચયનય’ શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં મોક્ષને માટે, તો એ શું છે ?
- દાદાશ્રી : “નય' એટલે ભૂ પોઈન્ટ. વ્યવહારનયથી તમે ચંદુભાઈ, નિશ્ચયનયથી તમે શુદ્ધાત્મા. નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કોને કહેવાય ? જ્ઞાતાદ્રષ્ટા પદમાં રહે એ નિશ્ચયનયથી મોક્ષમાર્ગ.
પ્રશ્નકર્તા : વ્યવહારનયથી મોક્ષમાર્ગ એટલે શું ?
દાદાશ્રી : વ્યવહારનયથી મોક્ષમાર્ગ એટલે પાંચ (ઈન્દ્રિયોના) વિષયોમાં વૃત્તિ વિના જીવન જીવે તે વ્યવહારનયથી મોક્ષમાર્ગ. અમે સહજ પ્રાપ્ત નિશ્ચય ચારિત્ર, ત જરૂર વ્યવહાર ચારિત્રની
પ્રશ્નકર્તા : દાદા, નિશ્ચય ચારિત્ર માટે વ્યવહાર ચારિત્ર એ અગત્યનું જ છે ને ?
દાદાશ્રી : અત્યારે આપણે અહીં આગળ આ જ્ઞાન મળ્યું છે ને, તે આ અક્રમ વિજ્ઞાન છે એટલે વ્યવહાર ચારિત્ર આપણને જરૂર નહીં,