________________
[૧૭] ઊર્ધ્વગામી
સ્વભાવ ઊર્ધ્વગામી પણ ભ્રાંતિએ ખેચાય નીચે પ્રશ્નકર્તા: દાદા, બધા આત્માની ઊર્ધ્વગતિ જ હોય છે ?
દાદાશ્રી આત્મા ઊર્ધ્વગામીમાં જ હોય છે નિરંતર. આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે.
પ્રશ્નકર્તા ઃ આત્મા હંમેશાં ઊર્ધ્વગતિમાં જાય છે ને ?
દાદાશ્રી : ઊર્ધ્વગતિમાં જાય છે એવું નહીં, ઊર્ધ્વગામી સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા : આત્માનો ઊર્ધ્વગમન સ્વભાવ છે અને પુદ્ગલનો અધોગમન તો એમ હોય તો આત્મતત્ત્વનું પુદ્ગલ સાથે બંધન કેમનું થાય ?
દાદાશ્રી : આત્માનો ઊર્ધ્વગમન સ્વભાવ હોવા છતાં સંસાર રસ્તે જતા ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ છે. રસ્તાનો તો આધાર મુખ્ય છે. ઊર્ધ્વગમન હોવા છતાં રસ્તાની વિચિત્રતા છે.
પણ આ ભ્રાંતિ એક દહાડો બંધ થવાની જ દરેકની. પેલું થોડું વધારે ગૂંચાય પણ એક દહાડો બંધ થયે જ છૂટકો છે, એ કાયદેસરની વાત છે. કારણ કે આત્માનો સ્વભાવ મોક્ષવાળો છે. સ્વાભાવિક એ શુદ્ધ જ છે અને