________________
૨૮૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સંકોચ-વિકાસ પ્રમાણે થઈ જાય, નેગેટિવ-પોઝિટિવ કોર્ડવર્ડ
પ્રશ્નકર્તા: પેલો આત્મા સંજ્ઞા કરે છે, એનાથી કોડવર્ડ ઊભો થાય છે. પછી શૉર્ટહેન્ડ કીધું અને પછી ટેપરેકર્ડર કીધી, તો આ આત્માની સંજ્ઞા એટલે શું ? આત્મા સંજ્ઞા કરે ? એ સંજ્ઞા આત્માની હોય છે એવું કીધું. આ વાણી જે પ્રગટ થાય છે એની પાછળ આત્માની સંજ્ઞા હોય છે. એ કેવી રીતે ?
દાદાશ્રી : આત્મામાં સંકોચ-વિકાસ થાય ત્યારે વાણી છે તે એ પ્રમાણે પ્રગટ થઈ જાય. જેમ આનંદમાં આવેલો માણસ દેખાય કે ના ખબર પડે આપણને ?
પ્રશ્નકર્તા : હં. દાદાશ્રી : અને વરિઝ (ચિંતા)માં આવેલો ? પ્રશ્નકર્તા : હં.
દાદાશ્રી : તેવી રીતે આત્માનું એવી રીતે પ્રગટ થઈ જાય પેલા કોડવર્ડ.
પ્રશ્નકર્તા: ના, પણ સંકોચ-વિકાસ એ શું કહ્યું ?
દાદાશ્રી એ આત્માનો ગુણધર્મ છે. તેના પરથી કોડવર્ડ બધા પકડી લે. નેગેટિવ ને પોઝિટિવ બે જ શબ્દ પકડે. નેગેટિવ તો નેગેટિવ, પોઝિટિવ તો પોઝિટિવ દ્વિષ ને રાગ).
પ્રશ્નકર્તા: ના, પણ સંકોચ-વિકાસમાં ભાવ ક્યાં આવ્યો ? આ જે બધા ભાવો પ્રદર્શિત કરે છે, એમાં એ સંકોચ-વિકાસમાં ભાવ ક્યાં આવ્યો?
દાદાશ્રી : આ બાજુ ભાવ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા ઃ ત્યાંથી ભાવ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : હં. નેગેટિવ-પોઝિટિવ બધું થઈ જાય. એની મહીં બધી બહુ કરામત હોય છે. આ વિજ્ઞાન છે ને !