________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
૨૮૫
ચૈતન્યના પીસ ટુકડો) ના થાય હંમેશાં. ચૈતન્ય તો આખું જ રહે. કપાઈ ગયું એટલે સંકોચ થઈ જાય.
દબાણથી સંકોચાય-વિકસે, ઉત્પન્ન થાય સંજ્ઞા
આ બધા શબ્દો નીકળેલા તે એમ ને એમ સીધા જ નીકળેલા છે, ડિરેક્ટ જ. એટલે મને એમ લાગે કે આ નીકળે છે ક્યાંથી ? પછી જ્યારે ટેપરેકર્ડ સમજાયું. ત્યાર પછી આપણે એનો હિસાબ કરવાનો રહ્યો નહીં કે આ ટેપરેકર્ડ થયેલું છે, આ તૈયાર થઈ ગયેલું છે.
હવે ટેપરેકર્ડ કેવી રીતે તૈયાર થઈ, તે પાછું સમજાવેલું છે. શું થયું પહેલું?
પ્રશ્નકર્તા: પહેલું છે તો કોડવર્ડમાં થયું.
દાદાશ્રી: મૂળ બહારના દબાણને લઈને આત્મા સંકોચ-વિકાસ થયા કરે. તે એની સંજ્ઞા ઉત્પન્ન થાય. સંજ્ઞાથી કોડવર્ડ ઉત્પન્ન થયો. અને કોડવર્ડમાંથી પછી શૉર્ટહેન્ડ થયું. શૉર્ટહેન્ડમાંથી પછી એ શબ્દરૂપે વાણી નીકળ્યું.
પ્રશ્નકર્તા એટલે આ સંજ્ઞા થઈ એટલે શું એમ ?
દાદાશ્રી : આ બહારના દબાણને લઈને, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એના દબાણને લઈને આત્મા જે સંકોચ-વિકાસ થાયને, એના પર સંજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ.
પ્રશ્નકર્તા : સંજ્ઞા એટલે શું ? એનો અર્થ શું થાય ?
દાદાશ્રી સંજ્ઞા એટલે આ બોબડા (મૂંગા) માણસ હોયને, જીભે બોલી શકતા ના હોયને, તે બધા ભેગા થાય તો અહીં આગળ સ્ટેશન ઉપર જેને જવું હોય, તો એ બોબડો ને પેલો બોબડો વાતો કરે. તે એક બોબડો આમ કહેશે અને પેલો કહે આમ. તે બેઉ પહોંચી જાય ત્યાં. આપણે સમજી શકીએ નહીં એમાં. સંજ્ઞા એ ભાષા કહેવામાં આવે છે એક જાતની. તે એની ડિઝાઈનથી સંજ્ઞા ભાષા પકડાય. તે આ આત્માની ડિઝાઈન થાય કે મહીં દબાણને લઈને અને એના ઉપરથી આખું કોડવર્ડ થાય છે, સંજ્ઞાથી.