________________
૨૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પેલી શીશી સુંવાડે છે, પેલું એ બેભાન કરે છે ત્યારે ચેતન ખસી જાય. એટલે પછી જ્ઞાનતંતુ બંધ થઈ જાય.
આતંદી સ્વભાવતો એટલે વેદના વખતે સંકોચાઈ જાય
બીજો આત્માનો સ્વભાવ એવો છે કે અમુક હદ સુધી પ્રેશર સહન કરી શકે, નહીં તો ખસી જાય, જગ્યા છોડી દે.
શરીરના જે ભાગને વેદના થાય છે ત્યાંથી તુર્ત જ આત્મા ખસી જાય છે. મૂળેય આનંદી સ્વભાવનો, તે વેદના સહન ન કરી શકે. સ્ત્રીને પ્રસવ વખતે પણ આત્મા ખસી જાય છે. તે માથે (બ્રહ્મરંધ્રમાં) આવી જાય છે.
કેટલીક સ્ત્રીઓને છે તે ડિલિવરી (પ્રસૂતિ)માં બહુ વેદના થવાની હોય તો બેભાન થઈ જાય, ત્યારે આત્મા ખસી જાય. એવી રીતે જ્યાં દુઃખનું કારણ ઊભું થાય, ત્યાંથી આત્મા ખસી જાય. કારણ કે આત્મા સંકોચવિકાસવાળો છે. પોતાનો સંકોચ કરી શકે, વિકાસ કરી શકે, જે દેહ મળે તે પ્રમાણે.
પ્રશ્નકર્તા ઃ આપે જે કહ્યું કે બહુ વેદના થાય તો આત્મા ઉપર માથે ચડી જાય, એવું યોગ દ્વારા પણ આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી શકે છે એ ખરું?
દાદાશ્રી : હા, એ તો યોગીઓ ચડાવે. યોગીઓ અહીં આત્મા ચડાવી દે બ્રહ્મરંધમાં. યોગીઓ ધારે તે જગ્યાએ આત્મા લાવી શકતા. આ યોગીઓ-તપસ્વીઓને સાધનામાં આત્મા તાળવે આવી જાય છે, એટલે નાડીઓ વિગેરે બંધ થઈ જાય છે. એટલે લોક કહેશે, મરી ગયો.
બેભાન વખતે સંકોચાય, પાછો ભાનમાં આવતા વિકસે
પ્રશ્નકર્તા : આ જે બેભાન થઈ જાય છે, ડૉક્ટરો બેભાન કરે છે ત્યારે આખા શરીરનું કશું ભાન રહે નહીં. બ્રેઈનનું ઑપરેશન કરે તોય ત્યાં કશું ના હોય, તો તે વખતે આત્મા ક્યાં જતો રહે ?