________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
:
પ્રશ્નકર્તા ઃ એક વસ્તુ એ બને છે કે એક માણસને પૅરાલિસિસ (લકવો) થયો, અંગ એના એ રહે છે. બધું જ એનું એ છે, લોહી વહે છે, પણ એના જ્ઞાનતંતુઓ કામ નથી કરતા. એટલે તેનાથી કામ થતું નથી. તે એમ કે આત્મા ને જ્ઞાનતંતુઓ સરખા થયા એમ ?
૨૮૧
દાદાશ્રી : પક્ષાઘાત થયોને એટલે ત્યાં મચ્છર બેસે નહીં. બીજા ભાગમાં બેસે પણ એ જગ્યાએ મચ્છર ના બેસે તો જાણવું કે અહીંયા આત્મા નથી. આત્મા સંકોચ-વિકાસ સ્વભાવવાળો છે. કોઈ પણ માણસનો હાથ કાપી નાખ્યો, એટલે પછી આત્મા વિકાસ હતો તો એટલો સંકોચાઈ
જાય.
આત્માતી હાજરી તહીં, ત્યાં જ્ઞાતતંતુ તિષ્ક્રિય
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો પક્ષાઘાત થાય છે ત્યારે વેદના અનુભવાતી નથી. એટલે આત્મા એટલા ભાગમાંથી એ ખેંચાઈ ગયો તો પછીથી એ જ્ઞાનતંતુઓને લીધે અનુભવાતું નથી. એટલે જ્ઞાનતંતુ અને આત્મા સરખા થયા એમ ?
દાદાશ્રી : આત્મા છે એ ભાગમાં જ્ઞાનતંતુઓ કામ કરે, નહીં તો કરી ના શકે. જ્યાં જ્યાં આત્મા છે, ત્યાં ત્યાં જ્ઞાનતંતુઓ કામ કરી શકે. નહીં તો જ્ઞાનતંતુઓ કરી ના શકે. આત્મા ખસી ગયો ત્યાં જ્ઞાનતંતુઓ કામ કરી ના શકે અને ત્યાં મચ્છર પણ નહીં બેસે. પક્ષાઘાતવાળા માણસને જે ભાગમાં પક્ષાઘાત થયો ત્યાં મચ્છર નહીં બેસે કોઈ દહાડો. આ મચ્છર કેવી રીતે સમજી જાય છે, એ અક્કલવાળો કે આપણે ડૉક્ટરો અક્કલવાળા ? મચ્છર ના આવે એવું તમે સમજ્યા ? શાથી ? ચેતન નથી માટે.
પ્રશ્નકર્તા : વિજ્ઞાન એવું કહે છે કે જ્ઞાનતંતુઓ કામ નથી કરતા માટે ચેતન નથી.
દાદાશ્રી : હા, વિજ્ઞાન તો એવું જ કહેને પણ. વિજ્ઞાન વ્યવહાર કહે અને હું ખરી હકીકત કહું, વાસ્તવિક કહું કે ચેતન નથી માટે જ્ઞાનતંતુ કામ નથી કરતા. આખા શરીરમાં જ્યાં જ્યાં ચેતન છે ત્યાં જ્ઞાનતંતુ કામ કરે જ. જ્યાં ચેતન ખસી જાય ત્યાં જ્ઞાનતંતુ કામ ના કરે. એટલે જ્યારે