________________
૨૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ લાઈટ છે ને તે સોનો ગોળો હોય, તેને આટલા માટલાની મહીં, માટલું આમ દબાવી દીધો તો સોનો ગોળો એમાંથી બહાર નીકળે નહીંને અજવાળું ! પછી હવે માટલું આવડું હોય તો ? તોય સોનો ગોળો મહીં એવી રીતે સંકોચ-વિકાસ થઈ શકે ! આ આત્માનો પ્રકાશ સંકોચ-વિકાસ થઈ શકેને, કારણ કે એયે પ્રકાશ જ છે.
પ્રશ્નકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રકાશ ?
દાદાશ્રી : હા, સચ્ચિદાનંદ, સચિત્ આનંદ. નિરાકાર હોવા છતાં આવરણ પ્રમાણે દેખાય આકાર
પ્રશ્નકર્તા: આત્માનું જ સ્વરૂપ જે છે તે સ્વરૂપની દષ્ટિએ નિરાકાર છે પરંતુ જો શરીરમાં હોય તો એની લંબાઈ-પહોળાઈ કેવી રીતે છે ?
દાદાશ્રી : આત્મા નિરાકારી હોવા છતાં દેહાકારે છે. જે ભાગ ઉપર આવરણ છે તે ભાગમાં આત્મા છે, તેનો આકાર દેખાય છે. જો નિરાવરણ હોય તો દેહ ના દેખાત.
એ શરીરના આકારે રહે છે. હાથીમાં જાય છે ત્યારે હાથી જેવડો થાય છે, કીડીમાં જાય ત્યારે કીડી જેવડો અને માણસમાં આવે ત્યારે માણસ જેવડો થઈ જાય છે.
આત્માનું તો દેહ પ્રમાણ છે. એ સંકોચ-વિકાસ થાય તે કેટલો મોટો ? કે આ દરિયામાં મોટી-મોટી વ્હેલ માછલી છે એવો થઈ જાય કે હાથી જેવો થઈ જાય.
પ્રશ્નકર્તા: સંકોચ-વિકાસ થાય એટલે નાનો-મોટો લાગે આપણને.
દાદાશ્રી આત્મા નાનોય નથી, મોટોય નથી, ભારે નથી, હલકો નથી. કશું જ નથી આવું, પણ આત્મા તો એના એ જ સ્વભાવમાં છે.
સંકોચ-વિકાસશીલ સંસારી અવસ્થામાં, સિદ્ધ અવસ્થામાં નહીં
આત્મા અરૂપી છે. જે જેવો દેહ હોય તેની મહીં તે, તે રૂપ થઈ