________________
[૧૫.૨] નાભિમાં આત્મપ્રદેશો નિરાવરણ
૨૫૯
છે. એટલે આપણને આ ઘર પડે છે આપણું. એટલે વાઈફ જડે છે, નહીં તો વાઈફ જડે નહીં. સિનેમા જોવા ગયા હોય જોડે, પછી પાછા નીકળતી વખતે આપણી વાઈફ ક્યાં છે જડે નહીં અને વાઈફને આપણે જડીએ નહીં. એટલે સંસાર ચલાવવા માટે આ બધા જાનવરોનેય નાભિપ્રદેશ ખુલ્લું હોય. જાનવરોય ઘેર પાછા આવે, એટલું ભાન રહે છે એને. નહીં તો રાજા બહાર નીકળ્યો એટલે પછી કોના ઘરમાં પેસી જાય, જડે નહીં પછી. હરે-ફરે ખરો પણ ભાન ના રહે. ઉઘાડી આંખે હરે-ફરે પણ એની વહુ જતી હોય તોય એને ખબર ના પડે કે આ મારી વહુ જાય છે તે. આ ઘર આવ્યું તે મારું ઘર કે બીજાને કશી ખબર ના પડે. એટલા રૂચક પ્રદેશો ખુલ્લા છે એટલે આ બધું વ્યવહાર કરી શકે. અને કુદરતનો નિયમ જ એવો છે કે રૂચક પ્રદેશો ખુલ્લા જ હોય જીવ માત્રને, નહીં તો બધું આવરણ ફેલાઈ જાય તો તમે ધણીને ના ઓળખો, ધણી તમને ના ઓળખે. બધું અંધારું ઘોર થઈ જાય, બેભાન જીવો ફરતા હોયને એવું લાગે. આ આવરણ ખુલ્લું છે એને લીધે ઓળખે છે બધું, પારખે છે. લાગણીઓ બધું એને લીધે જ છે. આ મારી સાળી થાય, આ મારી માસીસા થાય, આ કાકીસાસુ છે. આ બધો ભેદ એ એટલા અજવાળાને લીધે જ છે બધો. એ કાયમ ઘોડામાં, ગધેડામાં, બધામાં હોય. તેથી તો ઘોડો એના ધણીને ત્યાં આવીને ઊભો રહે.
રૂચક પ્રદેશ આવરતા થઈ જાય પથરો પ્રશ્નકર્તા: ઘણા સ્મૃતિ ભૂલી જાય છે તે ?
દાદાશ્રી : એમાં રૂચક પ્રદેશનું નથી. રૂચક પ્રદેશનું કંઈ થાય તો જડ જેવો થઈ જાય. પેલા તો ગાંડા જેવું બોલે, દુનિયાથી અવળું બોલે અને રૂચક પ્રદેશ આવરાય તો પથરા જેવો થઈ જાય. દરેક જીવને રૂચક પ્રદેશ આવરાય નહીં, તેથી તો ભાન રહે છે.
પ્રશ્નકર્તા: નાભિપ્રદેશ આગળ બિલકુલ આવરણ નથી? બિલકુલ ચોખ્ખો, એકદમ ?
દાદાશ્રી : એટલું જ ખુલ્લું છે ને એટલા અજવાળાને લીધે આ ચાલે છે ગાડું. એને લઈને આ જગતના વ્યવહાર, ઓળખાણ-પિછાણ થાય છે.