________________
[૧૫.૨] તાભિમાં આત્મપ્રદેશો તિરાવરણ
તાભિતા આઠ રૂચક પ્રદેશો તિરાવરણ
પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં જે આઠ રૂચક પ્રદેશો કહ્યા છે તે અચલ છે ને બાકીના ચલ છે, તો એ રૂચક પ્રદેશો કયા ?
દાદાશ્રી : એ તો નાભિપ્રદેશના કહ્યા છે. નાભિ, આપણી ઘૂંટી છે ને, તેની પાસે એ પ્રદેશો છે. એ ચોખ્ખા છે, ખુલ્લા છે, ત્યાં કર્મ ના બંધાય.
એ આઠ રૂચક પ્રદેશો નાભિમાં છે. આત્મા અનંત પ્રદેશી છે, તે દરેક પ્રદેશે કર્મ ચોંટેલા છે, જેમ ઝાડને લાખ ચોંટ્યું હોય તેમ. પણ આ નાભિના પ્રદેશો ખુલ્લા હોય. દરેક જીવને આ આઠ પ્રદેશો ખુલ્લા હોય છે.
આત્માને અનંતા પ્રદેશો છે. એને કલંક ચોંટેલા છે, તે આત્માના પ્રકાશને બહાર જવા દેતા નથી અને આ આઠ રૂચક પ્રદેશોમાંથી કંઈક પ્રકાશ બહાર નીકળે છે.
નાભિપ્રદેશ ખુલ્લા એટલે ચાલે સંસાર વ્યવહાર
તે આઠ પ્રદેશો શું કામ કરી રહ્યા છે ? કે જો આ આઠ પ્રદેશો આવરાઈ ગયા હોત તો આપણને આપણું ઘર જડત જ નહીં, આપણને આપણી બૈરી ના જડત, આપણા છોકરાં જડત નહીં, કશું જડત જ નહીં. બીજે બધે આવરણ આવી ગયું છે પણ નાભિપ્રદેશના આઠ પ્રદેશો ખુલ્લા