________________
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ
૨૫૩
સોની તરીકે ખુલ્લો થયો, કોઈને કડિયા તરીકે ખુલ્લો થયો. જેટલો પ્રદેશ ખુલ્લો થયો એટલો કામ આપે. બધું ઉપર આવરણ છે. ઉપર નિરાવરણ જ્ઞાની પુરુષ કરી આપે ત્યારે આત્મા સમજણ પડે, ત્યારે ભાન આવે, ત્યાં સુધી ભારેય ના આવે.
અનંતા પ્રદેશમાં અનંતા કર્મ ચોંટેલા છે. તે જે પ્રદેશમાં કર્મ ખૂલ્યું ત્યાંનું જ્ઞાન પ્રગટ થઈ જાય.
આવરણ ખૂલ્યું એ જ આવડે, બીજું નહીં
જ્યાંથી જ્યાંથી આવરણ તૂટ્યું હોય, ત્યાંથી ત્યાંથી એની શક્તિ પ્રગટ થાય. કોઈને વાણીનું આવરણ તૂટ્યું હોય, બુદ્ધિનું તૂટ્યું હોય તો તે વકીલાત જ કર્યા કરે. હવે વકીલને કહ્યું હોય કે સાહેબ, આટલું ખેતર જરા ખેડી આપોને, તો તે ના પાડે. કારણ કે એનું એ આવરણ ખુલેલું ના હોય.
એટલે થોડા અંશે પ્રદેશ ખુલ્લા થાય એટલે વકીલાતનું બધું આવડી જાય એને, બીજું ના આવડે. કારણ કે જેટલામાં ખુલ્લું થયું એટલું આવડે એને. એટલે અનંત પ્રદેશો છે. તેની ઉપર આવરણ આવી ગયું છે. તે જ્યાં આગળ જે ભણે તે લાઈન એકલી ખુલ્લી થાય, તેટલું હેલ્પ કરે એને.
જે બાજુ પ્રયત્નો કર્યા ત્યાંનું આવરણ ખુલે પ્રશ્નકર્તા ઃ જે જાણે તે બાજુનું આવરણ ખુલે ?
દાદાશ્રી : હા, રિલેટિવમાં વકીલ હોય તો એમાં જ ચિત્તવૃત્તિ રાખે ને ભણે, તે એ બાજુનું આવરણ તૂટે તો એ પ્રદેશ ખુલે.
હવે બુદ્ધિથી એક જ વિષય ભણ ભણ કરે તો ત્યાં હોલ પડી જાય એ પ્રદેશ ખુલી જાય. વકીલનું ભણે તો ત્યાં આવરણ તૂટે તે જ આવડે. અને ગજવા કાપનારા જોડે કાપવાનું શીખી જાય તો ત્યાં હોલ પડે, એ આવડી જાય.
ઈન્કમટેક્ષ એક્સપર્ટવાળાને એ અજવાળું થયું, ઈજનેરનું એ અજવાળું થયું. એટલે એ અજવાળું થાય કે એમને એમાંથી કામ ચાલ્યા કરે,