________________
૨ ૫૨.
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : એક આત્મામાં અનંતી શક્તિ છે. અનંત જીવો છે, દરેક જીવ જુદી જુદી પ્રકૃતિના છે. દરેકનામાં જે જુદી જુદી શક્તિ નીકળી છે, એટલી શક્તિ એક આત્મામાં છે. જેનામાં જે શક્તિ પ્રગટ થઈ એ શક્તિથી એના રોટલા રળી ખાય છે.
એટલે જે પ્રદેશનું આવરણ તૂટે તે પ્રદેશમાં અજવાળું નીકળે. તે કોઈ વકીલનું બહુ ભણ્યો ત્યારે એ અજવાળું નીકળે તો રોટલા રળી ખાય. અનંત પ્રદેશો તે બધાને રોટલા ખાવાનું સાધન મળે એટલા પ્રદેશ છે એની મહીં. આ આખા જગતના બધા આત્માનું જેટલું જ્ઞાન છે એટલું એક આત્મામાં છે. બીજા બધાને અંશે છે, એટલું એક આત્મામાં સર્વાશ છે.
એનામાં તો અનંત પ્રદેશો છે. તેથી તો આખા જગતનું ચાલ્યા કરે છે. દરેકને લાઈટ જુદી જુદી જાતનું મળ્યું છે. કોઈને કઢી સારી કરતા આવડે છે તે એમનું બહુ સારું ચાલે છે. લોકો કહેશે, બહુ સરસ કઢી બનાવે છે કોઈ ભજિયાં સારા બનાવે છે. કંઈનું કંઈ એને જ્ઞાન પ્રગટ થઈ જાય છે.
આવરણ તૂટે નિયમસર, વ્યવસ્થિત' પ્રમાણે પ્રશ્નકર્તા ઃ આવરણ કયા આધારે તૂટતા હોય છે ?
દાદાશ્રી : આ બધું નિયમસર હોય છે. કોઈ દહાડો એવું નથી બનતું કે બધાને જ સુથારી કામનું આવરણ તૂટી જાય તો તે બધા સુથાર જ થઈ જાય, અને તો શી દશા થાય ? શિલ્પી કામનું આવરણ બધાને તૂટી જાય ને બધા જ શિલ્પી થઈ જાય, તો કોને ત્યાં શિલ્પી કામ કરે પછી ? બધા જ “વૉરિઅર્સ (યોદ્ધા) થઈ જાય તો ? એટલે આ વ્યવસ્થિત'ના પ્રમાણથી બધું વ્યવસ્થિત રીતે પાક્યા જ કરે. ડૉક્ટરો, વકીલો, બીજા કામ-ધંધાવાળા બધા જ થાય એટલે સહુ કોઈનું ચાલે. નહીં તો બધા જ પુરુષો થઈ જાય તો શું થાય? સ્ત્રીઓ ક્યાંથી લાવે ? પૈણે કોણ?
આત્મા અનંત પ્રદેશ છે. અનંત પ્રદેશ પર આવરણ છે. તે એકએક પ્રદેશ ખુલ્લો થયો. જેટલો ખુલ્લો થયો તેટલો જ પ્રકાશ આપે છે. કોઈને વકીલ તરીકે ખુલ્લો થયો, કોઈને ડૉક્ટર તરીકે ખુલ્લો થાય, કોઈને