________________
અવલંબનની જરૂ૨ નથી. એને કોઈ મારી ના શકે. કોઈ એવો ઉપાય નથી એનું મરણ કરે. એને જીવન-મરણ આપી ના શકે. અનંત મુશ્કેલીઓમાંય મુશ્કેલી પ્રૂફ ! સ્વયં સુખનો ભોક્તા છે !
સ્વયં સુખોનો ભોક્તા એટલે જે સુખ મળ્યા પછી દુઃખ ના આવે. ગાળો ભાંડે તો વ્યાકુળ ના થાય કે ફૂલાં ચઢાવે તો આકુળ ના થાય એવું નિરંતર નિરાકુળતાવાળું સુખ હોય.
સંસારની હરેક ચીજને વજન છે, દેખાવ છે, અને ઈફેક્ટિવ છે. એ બધું દુ:ખદાયી છે, જ્યારે આત્માને એ કશું જ નથી. કોઈ એવી પરિસ્થિતિ નથી, જે આત્માની સેફ સાઈડ તોડી શકે.
આત્માને કોઈ પીડા અડે તો એ સુખમય થઈ જાય એવો પોતે અનંત સુખનું ધામ છે. બિલીફ આત્માને બધી પીડા માનવાથી અડે છે, બાકી મૂળ આત્મા તો, અવ્યાબાધ સ્વરૂપ છે, એટલે એને બાધા-પીડા કશું
જ ના થાય.
આત્મા એવો છે કે એને કોઈ નુકસાન ના કરી શકે, એ કોઈને નુકસાન ના કરી શકે. મૂળ શુદ્ધ પરમાણુ એય એવા છે, પણ આપણે ઊભું કરેલું વિકૃત પુદ્ગલ પોતાને દુઃખ આપે છે. સ્વાભાવિક પુદ્ગલ પરમાણુય અવ્યાબાધ સ્વરૂપ છે.
અજ્ઞાનતામાં પોતે દાન આપે તો જે પરમાણુ પેસે, તે જતી વખતે સુખ આપીને જાય અને ચોરી કરતી વખતે જે પરમાણુ પેસે, તે દુઃખ આપીને જાય.
પોતે આરોપિત ભાવમાં છે. તેથી જેવું માને, ‘હું સાપ છું’ માને તો તેવી શક્તિ ઉત્પન્ન થાય. તે કોઈને કરડે તો મરીયે જાય.
પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે છતાં આ માની લીધું કે મને થાય છે એટલે આ દુ:ખ થાય છે, અસરો થાય છે.
જ્ઞાન પછી પોતાને અવ્યાબાધ સ્વરૂપમાં બેસાડે છે. એ અનુભવ થયો કે આ જગતમાં કોઈ પોતાને અનસેફ કરી શકે નહીં. પોતે સેફ સાઈડવાળો થઈ ગયો. ગાળો ભાંડે, મારે, લૂંટે તોય એને કશું ના થાય.
35