________________
૨ ૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
વખત વસ્તુ હાજર થઈ ગઈ પછી ગેરહાજર ના થાય, તેવું આ અલખ નિરંજનનું છે.
શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું ને તમને ? બસ, આપણું સ્વરૂપનું લક્ષ એ નિજ સ્વરૂપનું લક્ષ, એ અલખ ભગવાન છે. અલખ નિરંજન !
એ લક્ષ અલખ નિરંજનનું લક્ષ કહેવાય છે. હવે અમારા પાંચ વાક્યોમાં જ પાંચ આજ્ઞામાં જ રહેવાનું, બીજું કશું અઘરું છે નહીં. હવે ચૂકશો નહીં. ફરી ફરી આવો તાલ નથી બેસે એવો. સાક્ષાત્કાર થઈ ગયો, બધું જ થઈ ગયું છે. હવે ભગવાન તમારી પાસેથી જાય નહીં. ચિંતા–બિંતા કશું થાય નહીંને હવે ? મહીં ઠંડક વર્તે છે ને ? હા, હજુ તો ઓર વધશે એ ઠંડક અને હજુ તો બે કલાક વાંચશેને તો આઠ કલાક જેટલું ફળ મળે એટલું બધું દર્શન ઊંચું જશે. - આ તો સરળ માર્ગ કો'ક ફેરો મળી જાય. બહુ પુણ્યનો પ્રતાપ હોય તો મળે ત્યારે ત્યાં આગળ પ્રમાદ સેવેલો કામનો નહીં.
પ્રશ્નકર્તા : પ્રમાદ કરવાનો નહીં.
દાદાશ્રી : હા, એ તો ચોંટી જ પડવું. ફરી આવો તાલ ખાતો નથી. શુદ્ધાત્મા કોઈ દહાડો લક્ષમાં બેસે નહીં. એ અલખ નિરંજન છે. કોઈને લક્ષ બેઠેલું જ નહીં અને લક્ષ બેસે તો કામ થયા વગર રહેય નહીં.
વર્તે તિજ સ્વભાવતું, અનુભવ-લક્ષ-પ્રતીત
વ્યવહાર ગમે એટલો હોય, પણ નિશ્ચય એક જ બાજુ હોય. આપણે લગનમાં બધાને જમાડતા હોય, તે ઘડીએ વરરાજાને ભૂલી જઈએ કે પણવાનો છે એવું ? એ ભૂલી ના જઈએ, નહીં ? છોને પછી હજારો માણસ જમતું હોય પણ પેલું આપણા લક્ષમાં હોય, એવું આ આત્માનું લક્ષ બેસી ગયું.
મહીં બેઠેલા ભગવાનની કૃપાથી “હું શુદ્ધાત્મા છું તેનું લક્ષ રહે જ, તે અલખ કહેવાય. ખાસ તો જ્ઞાન મળ્યા પછી લક્ષ-અનુભવ-પ્રતીતિ સંસારમાં તો ક્યારેય ના જાય. એ સ્વાનુભવપદમાં જ હોય. ફાઈલ આવે