________________
[૧૨.૧] અલખ નિરંજન
૨૨૩
જાણવાનું બાકી ના રહ્યું હોય, એ એકલા જ આનો ઉકેલ લાવી શકે, એ લક્ષમાં લાવી શકે. તમને આત્મા લક્ષમાં આવી જાય, અનુભવ થાય, ઓળખાણ થાય, એટલે પછી કામ થઈ ગયુંને !
નિર્વિકલ્પીથી બેસે લક્ષ, નિર્વિકલ્પ શુદ્ધાત્માનું બાકી ક્યારેય લક્ષ ના બેસે એનું નામ અલખ નિરંજન. પ્રશ્નકર્તા ક્યારેય લક્ષ ના બેસે ?
દાદાશ્રી : ક્યારેય નહીં ! તું માથાફોડીને મરી જઉ તોય લક્ષ નહીં બેસે. શાસ્ત્રો વાંચ કે શાસ્ત્રો ઘોળીને પી જા, તોય તારું લક્ષ નહીં બેસે. કારણ કે પોતે વિકલ્પી છે, એને નિર્વિકલ્પીનું લક્ષ કેમ બેસે ? ગમે એ મહેનત કરે, તેનાથી વિકલ્પ જાય નહીં અને નિર્વિકલ્પ થાય નહીં.
પોતે વિકલ્પી છે. નિર્વિકલ્પીનું લક્ષ જ બેસે નહીં. એટલે જ્યારે કોઈ જ્ઞાની પુરુષ નિર્વિકલ્પી થયેલા હોય તો જ (એમની પાસે) એ લક્ષ બેસે. જાતિ સ્વભાવથી લક્ષ બેસે છે. જાતિ સ્વભાવ એટલે વિકલ્પીને નિર્વિકલ્પીનું લક્ષ બેસી શકે નહીં. અને જો નિર્વિકલ્પીના લક્ષમાં લક્ષ બેઠુંને, એમને તો આત્માનો અનુભવ કહેવાય છે.
તો તમે શુદ્ધાત્મા છો એ લક્ષ બેઠું, એટલે તમે “ચંદુભાઈ એ તમારો વિકલ્પ ઊડી ગયો. હવે ચંદુભાઈ તમારું નામ ખરું, પણ તમે તો રંજનવાળા છો. હવે ચંદુભાઈ મટ્યા, હવે રંજન આત્મરમણતા છે. પહેલા તો નાશવંત ચીજોમાં જ રમણતા રાત-દહાડો હતી. હવે અવિનાશી રમણતા થઈ. જેને અવિનાશી રમણતા છે, એને મોક્ષ હથેળીમાં છે. બેઠા પછી ભૂલાય નહીં એ લક્ષ અલખ નિરંજનનું
શુદ્ધાત્મા છું' બોલાય ક્યારે ? આ જ્ઞાન સહિત મહીં પરિવર્તન થયા કરતું હોય, એ સમજાય આપણને. અને જ્ઞાની પુરુષનું આપેલું પોતાને લક્ષ બેઠું હોય. અને લક્ષ બેઠા પછી ભૂલાય નહીં. તમે રાતે જાગો તો એની મેળે આવીને ઊભું રહે. એટલે એ ભૂલાય નહીં, નિરંતર જાય નહીં. એક