________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ગોચર એટલે ઈન્દ્રિયો અને અગોચર એટલે અતીન્દ્રિય. ‘અગોચરને દ્વાર સહુની ઠરો રે અગન.' અતીન્દ્રિયને દ્વાર... એટલે જ્ઞાનીના શરણમાં સહુની અગન ઠરો.
૨૦૪
અગમ-અગોચર પંથ છે મોક્ષતો
પ્રશ્નકર્તા : ‘ક્યારેય ગમ ના પડે, ગમ પડી હોય તોય જતી રહે, એવો આ અગમ અને અગોચર પંથ છે મોક્ષનો.’ તો આ ગમ એટલે સમજણને ?
દાદાશ્રી : હું. સમજણથી બહુ ઊંચો ભાવ છે, ગમ પડી જવી તે. શું કહે છે ? મને ગમ પડી.
પ્રશ્નકર્તા ઃ ગેડ પડી ગઈ.
દાદાશ્રી : ગેડ પડી ગઈ. તે ગેડથી ઊંચો ભાવ છે ગમ. સમજણથી આગળ ગેડ કહેવાય, સમજમાં પહેલું આવે. એને કહેશે, ‘મને સમજાઈ ગયું.’ પણ એ સમજાઈ ગયુંનો અર્થ પૂરો ના કહેવાય. પછી કહેશે, ‘મને ગેડ પડી ગઈ,’ તેય અર્થ પૂરો ના કહેવાય. પછી કહેશે, ‘ગમ પડી મને.’ એ પૂરું થઈ ગયું ને આ ગમ પડી અને ગમ પડી તેના આગમ તૈયાર થઈ ગયા. એટલે આગમનો ભાવ જોઈન્ટ થઈ ગયો. આગમ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર જેવું સમજી ગયો એ, મૂળ ભાવ.
પણ મોક્ષમાર્ગ એથીય આગળ એવો અગમ ને અગોચર પંથ છે. આ જગતના બધા રસ્તા છે એ ગોચર પંથ છે, ગોચર એટલે ઈન્દ્રિયોથી જણાય એવા છે અને મોક્ષનો અગોચર પંથ છે.
ઈન્દ્રિયોથી ત અનુભવાય અતીન્દ્રિય આત્મા
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો ને, ‘મન-વચન-કાયા અને ભગવાનની સર્વ રિલેટિવ માયા ઈન્દ્રિય પ્રત્યક્ષ છે અને હું અતીન્દ્રિય પ્રત્યક્ષ છું.’ તો આ અતીન્દ્રિય પ્રત્યક્ષ એ જરા સ્પષ્ટ કરી સમજાવો.
દાદાશ્રી : અતીન્દ્રિય પ્રત્યક્ષ એટલે ‘હું શુદ્ધાત્મા છું' એ જે ભાન